મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ લગભગ એક મહિનાથી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓના પરિણામો આવ્યા હતા ને જેમાં ભાજપ અને શિવસેનાને સરકાર બનાવવાની તક મળી હતી પરંતુ શિવસેનાએ અઢી વર્ષ માટે પોતાના મુખ્યમંત્રી મુકવાની માગણી સાથે ઘણું ધમાસાણ થયું હતું. આ ધમાસાણથી તો જનતા પણ તોબા પોકારી ગઈ હતી. અંદાજે 28 દિવસ સુધી ભાજપ, શિવસેના, એનસીપી અને કોંગ્રેસ પોતપોતાની રીતે સરકાર બનાવવાના પ્રયત્નો કરતી હતી જેમાં 22 નવેમ્બરની સાંજે તો એવી પણ જાહેરાત થઈ કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર બનનારી છે. જેમાં ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનશે. ત્યાં તો રાતો-રાત અજિત પવાર સાથે ભાજપે એવો ખેલ પાડી દીધો કે સવારે તો ભાજપ એનસીપીની સરકાર બની ગઈ અને દેવેન્દ્ર ફડણવીશે મુખ્યમંત્રી પદ અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા. જેને લઈને હવે શિવસેના સાથે એનસીપીના શરદ પવાર પણ લાલઘૂમ થઈ ગયા છે. જોકે રાજકારણમાં તો હાલ ગરમાવો છે પરંતુ આ સ્થિતિ પર સોશ્યલ મીડિયામાં લોકો એક બીજાને જોક્સ ફોર્વર્ડ કરીને હાહા..હીહીનો આનંદ માણી રહ્યા છે. આ મીમ્સ પૈકીના કેટલાક અહીં રજુ કરાયા છે. તસવીરો બદલતા રહો..