મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ખેંચતાણ ચાલું છે. ભાજપ અને શિવસેના વચ્ચે સરકાર બનાવવાને લઈને સહમતી ન થતાં મહારાષ્ટ્રમાં બંને પાર્ટીઓના રસ્તા અલગ અલગ થઈ ગયા છે. કારણ કે શિવસેનાના એક માત્ર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મંડળમાં શામેલ અરવિંદ સાવંતએ પદ પરથી જ રાજીનામું આપી દીધું છે.

તેમણે સોમવારે પ્રેસ દરમિયાન કહ્યું કે અમરું ગઠબંધન હવે પુરું થયું. હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું આપી આવ્યો છું. શિવસેના મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે સરકાર બનાવવાને લઈને એનસીપી અને કોંગ્રેસ સાથે શિવસેનાની વાતચિત ચાલી રહી છે. બીજી તરફ એનસીપીના શરદ પવારે તમામ નિર્ણય સોનિયા ગાંધી પર છોડ્યો છે. ઉદ્ધવ ઠાકરે પોતાના દિકરા આદિત્ય સાથ શરદ પવારને મળવા પહોંચ્યા હતા.

રાજીનામું આપીને સાવંતે કહ્યું, ભાજપ ચૂંટણી પૂર્વે કરેલા વાયદાથી પીછેહટ કરી ગઈ છે. એવામાં મારા માટે કેન્દ્રમાં બન્યા રહેવાનું નૈતિક રુપે યોગ્ય ન હતું તેથી મેં કેન્દ્રીય મંત્રી તરીકેના મારા પદ પરથી રાજીનામું આપ્યું છે. સાવંત કેન્દ્ર સરકારમાં ઉદ્યોગ અને સાર્વજનીક એકમોના મંત્રીનો પદભાર સંભાળી રહ્યા હતા. શિવસેના અને એનસીપી જાહેર કરી ચુક્યા છે કે તે સરકાર બનાવવા માટે તૈયાર છે. હવે તમામ નજર કોંગ્રેસ પર ટકી છે. આજે સાંજ સુધી કોંગ્રેસ આ ગઠબંધનને ટેકો કરશે કે નહીં તેનો નિર્ણય કરી લેશે.કોંગ્રેસે મહારાષ્ટ્રના પોતાના વરિષ્ઠનેતાઓને દિલ્હી બોલાવ્યા છે.