મેરાન્યૂઝ નેટવર્ક.મહારાષ્ટ્ર : સાગરખેડૂઓને અનેક વાર સમુદ્રમાં માછલી પકડતી વખેતે કીમતી વસ્તુઓ મળી આવતી હોય છે અને સપને પણ ન વિચાર્યું હોય તેવી આ વસ્તુઓની કિંમત તેમને મળતી હોય છે. આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના પાલઘરના એક માછીમાર સાથે બન્યો છે. ચંદ્રકાન્ત નામનો માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયો. આ માછીમારને સમુદ્ર માંથી કેટલીક દુર્લભ માછલીઓ મળી આવી હતી જેની કિંમત કરોડો રૂપિયા છે.

મળતી માહિતી મુજબ પાલઘરમાં રહેતા ચંદ્રકાન્ત તરે પોતાના સાત સાથીઓ સાથે સમુદ્રમાં માછલી પકડવા ગયા હતા. જ્યારે આ માછીમારોએ દરિયામાં માછલી પકડવા માટે જાળ નાખી ત્યારે ' સી ગોલ્ડ ' તરીકે ઓળખાતી ઘોલ માછલીઓ તેમના જાળમાં આવી ગઈ હતી. આ માછલીઓની કિંમત એટલી વધારે હોય છે એના કારણે તેને ' સી ગોલ્ડ ' તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્રકાન્તનું નસીબ એટલું સારું હશે કે એક બે નહીં પણ ૧૫૭ ધોલ માછલીઓ તેના જાળમાં ફસાઈ ગઈ હતી. 

Advertisement


 

 

 

 

 

છેલ્લા કેટલાક સમયથી માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેવો આ પ્રતિબંધ ઉઠાવવામાં આવ્યો ત્યારે આ માછીમારો પોતાની રોજી મેળવવા દરિયામાં માછલી પકડવા નીકળી પડ્યા. ધોલ માછલીઓ પકડ્યા બાદ આ માછીમારો કિનારે આવ્યા. જ્યા માછલીઓની બોલી લગાવવામાં આવી, તો તેની એક કરોડ ૩૩ લાખ રૂપિયા જેટલી બોલી લાગી. ઘોલ માછલી ઘણી ફાયદાકારક હોય છે. જેનો ઉપયોગ દવા બનાવવા માટે કરવામાં આવે છે. આજ કારણે એક માછલીની કિંમત ઘણી ઊંચી હોય છે. અને આ માછલીની માંગ વિદેશોમાં વધારે છે.

માછીમાર ચંદ્રકાંતના પુત્ર સોમનાથે જણાવ્યું કે, " મારા પિતા સાત લોકોની સાથે હારબા દેવી નામની બોટમાં સમુદ્રમાં ૨૫ નોટિકલ માઈલ દૂર વાઘવાન તરફ ગયા હતા તે દરમિયાન સમુદ્રમાં તેમને ૧૫૭ જેટલી ધોલ માછલીઓ મળી હતી. આ તેમના જીવનની સૌથી મોટી કમાણી વાળી ટ્રીપ બની ગઈ હતી."