મેરાન્યૂઝ નેટવર્ક.ધુલેઃ મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં સિલિંડર ફાટવાથી 12 લોકોના મોત થયા છે જ્યારે 58થી વધુ લોકો ઘાયલ થયાની જાણકારી મળી રહી છે. કેટલક લોકોની હાલત હજુ પણ ગંભીર દર્શાવાઈ રહી છે. પોલીસે કહ્યું કે રાહત ને બચાવ કાર્ય ચાલું છે. મરનારાઓની સંખ્યા વધી શકે તેમ છે. ઘટનાના સમયે કેમિકલ ફેક્ટ્રીમાં ઓછામાં ઓછા 100 લોકો કામ કરી રહ્યા હતા. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસએ પ્રત્યેક મૃતક પરિવારને રૂ. 5 લાખ વળતર આપવાનું એલાન કર્યું છે.

પોલીસે કહ્યું કે વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને સ્થાનીક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વિસ્ફોટ એટલો જબરજસ્ત હતો કે ઘણી દૂર સુધી તેનો અવાસ સંભળાયો હતો. સિલિંડર વિસ્ફોટથી કંપનીને પણ ઘણું નુકસાન પહોંચ્યું છે. ઘટના સ્થળ પર રાહત અને બચાવ કર્મીઓ પહોંચી ગયા છે અને કાટમાળને કાઢવાનું કામ કરી રહ્યા છે.

પોલીસે કહ્યું કે વિસ્ફોટના સમયે ફેક્ટરીમાં 100 લોકો કામ કરતાં હતા. આ ફેક્ટરી શિરપુર તાલુકાના વઘાડી ગામમાં સ્થિત છે. કહેવાઈ રહ્યું છે કે, આ ઘટના સવારે 9.45 કલાકના અરસામાં બની હતી. અહીંના કેટલાક લોકોનું કહેવું છે ક સિલિંડરોમાં બ્લાસ્ટ થયો હોય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધી 8 લોકોના મૃતદેહ બહાર કઢાયા છે.