મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના ગણિતમાં ભાજપને જ ઉંઠા ભણવા પડ્યા છે. ભાજપને જ થુકેલું ચાટવું પડ્યું તેવી સ્થિતિ સર્જાઈ છે. સુપ્રીમ કોર્ટે આવતીકાલના પાંચ વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ પર ભાજપને બહુમત સાબિત કરવાનો આદેશ કર્યો બીજી તરફ વધુ ધારાસભ્યોને પોતાની તરફ ન ખેંચી શકેલા ભાજપને ગભરામણ શરૂ થઈ હતી. ભાજપ માટે જો આવતીકાલે ફ્લોર ટેસ્ટ થાય તો તો આબરુના ધજાગરા ઉડી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. હવે આ સ્થિતિમાં તો ભાજપની આબરું માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પણ અન્ય રાજ્યોમાં પણ નિચાજોણું થઈ જાય તેમ છે. તેથી આબરુ બચાવવા માટે અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું ધરી દીધું છે.

દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદમાં કહ્યું કે, અમારા પર સતત દબાણ કરાતું હતું અમને ધમકાવવામાં આવતા હતા. જે લોકો માતશ્રીમાંથી બહાર ન્હોતા આવતા તે લોકો હોટલોમાં જવા લાગ્યા, લોકોને મળવા લાગ્યા. અમે આ તમામ મામલે અજિત પવાર સાથે ચર્ચા કરી. મને અજિત પવારે રાજીનામું આપી દીધું છે. અમારી પાસે પહેલાથી જ નંબર ન હતા તે અંગે અમે અગાઉ કહ્યું હતું. આજે અજિત પવારે રાજીનામું આપી દીધું છે. મેં પણ રાજીનામું આ પરિષદ પછી રાજ્યપાલને સોંપવાનું નક્કી કર્યું છે. અને રાજીનામું આપીશું. 

ઉલ્લેખનીય છે કે જો સુપ્રીમ કોર્ટ જેવી કોઈ બોડી દેશમાં ન હોત તો આપ સમજી શકો છો કે હાલ મહારાષ્ટ્રમાં શું થતું હોત. હાલ પ્રોટેમ્ટ સ્પીકરની નિમણૂંક જરૂર થશે અને ધારાસભ્યોની શપથ વિધિ થશે. હવે ફ્લોર ટેસ્ટમાં ભાજપને બહુમત સાબિત કરવાનો નથી. હવે નવે સરથી સરકાર બનવાને આમંત્રણ અપાશે અને તેણે ફ્લોર ટેસ્ટ આપવો પડશે.

આ ઉપરાંત સાંજે પાંચ વાગ્યાના અરસામાં એનસીપી, શિવસેના અને કોંગ્રેસની સંયુક્ત બેઠક થવાની છે જેમાં ફ્લોર ટેસ્ટ પહેલા ગઠબંધનના નેતાની ચૂંટણી થશે. હાલ બાલા સાહેબ થોરાટને કોંગ્રેસના વિધાનસભા દળના નેતા નક્કી કરાયા છે. ઉલ્લેખનીય છે કે ગત રોજ દેવેન્દ્ર ફડણવીસ સાથેની એક બેઠકમાં અજિત પવારે ગુલ્લી મારી હતી તો બીજી બાજુ આજે સવારે મુંબઈ એટેકમાં શહીદોને શ્રદ્ધાંજલી આપવાના કાર્યક્રમમાં પણ તે જોવા મળ્યા નહીં. એનસીપી તરફથી અજિત પવારને મનાવવાના સંપુર્ણ પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ આ વચ્ચે એવી માહિતી પણ સામે આવી છે કે અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.