મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ જે રોટલી કમાવા માટે તેઓ ઘરેથી નીકળ્યા હતા, તે તેમના નિર્જીવ શરીર પાસે પડી હતી. મહારાષ્ટ્રમાં ઔરંગાબાદમાં માલગાડી નીચે 16 મજુરો કપાઈ ગયા. આ ઘટના સ્થળને તમે જોઈ લો તો તમારું હૃદય ખરેખર દ્રવી ઉઠે. અહીં એક શાંતિ છે પરંતુ ત્યાં સણસણ કરતો પવનનો અવાજ છે. મોતનો એવો સન્નાટો અનુભવાય છે કે જાણે તે ડરાવતો હોય. આ મજુરો લોકડાઉનને પગલે પોતાના વતન જવા માટે 40 કિલોમીટર ચાલીને આવ્યા હતા. થાક એટલો વધુ હતો કે તેઓ રેલવે ટ્રેક પર જ સુઈ ગયા પણ એમને ક્યાં ખબર હતી કે તેમની આ સફર હવે અહીં જ પુરી થાય છે.

મહારાષ્ટ્રમાં 18 મજૂરો સ્ટીલની ફેક્ટરીમાં કામ કરતા હતા. લોકડાઉનને કારણે કામ બંધ કરાયું હતું. તેઓએ વિચાર્યું હશે કે ઘરે જવું જોઈએ. લોકડાઉનમાં ટ્રાફિક બંધ હતો અને તેઓ ઔરંગાબાદ રેલ્વે સ્ટેશન પહોંચવાના હતા. આ તમામ કામદારો મધ્યપ્રદેશના હોવાનું કહેવામાં આવી રહ્યું છે, આ ટ્રેન ઔરંગાબાદથી મધ્યપ્રદેશ તરફ જઇ રહી હતી. તેથી, તેઓ ટ્રેઇલિંગ સ્ટેશન તરફ રવાના થયા. અહેવાલો અનુસાર, આ લોકો જલનાથી ઔરંગાબાદ જઈ રહ્યા હતા. બંને વચ્ચેનું કુલ અંતર 60 કિલોમીટર છે.

વિચાર્યું હશે કે.... ટ્રેન નહીં આવે

કોરોના વાયરસને પગલે લોકડાઉનને કારણે ટ્રેનો દોડતી બંધ છે. બની શકે કે આ લોકોને ચાલતી વખતે વચ્ચે કોઈ ટ્રેન પણ ન મળી હોય. આવી સ્થિતિમાં, રાત્રે કંટાળ્યા પછી, તેણે ટ્રેક પર પથારી લગાવી દીધી. આ તેમની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. સવારે એક ટ્રેન (ગુડ્ઝ ટ્રેન) ત્યાંથી પસાર થઈ હતી અને તેમને મોતને નિંદરમાં જ સુવડાવી દીધા.

રોટલીઓ, સામાન અને લાશ પાટા પર પથરાયેલા હતા

ટ્રેક નજીક સવારનું દ્રશ્ય ભયાનક હતું. પાટા પર બધે લાશ હતી. આ લોકોનો સામાન અને રોટલીઓ ટ્રેક પર વેરવિખેર થઈ ગઈ હતી. જેને આ લોકો પ્રવાસ માટે લાવ્યા હશે. આસપાસના લોકો દૂરથી વીડિયો બનાવી રહ્યા હતા. કોઈએ આવા ભયંકર દ્રશ્ય પાસે જવાની હિંમત કરી શક્યા ન હતા.