મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈ: મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશનર અને આઈપીએસ અધિકારી પરમબીરસિંહે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. પરમબીરસિંહે મુંબઈ પોલીસ કમિશનર પદ પરથી હટાવ્યા પછી આ આક્ષેપ કર્યો છે. પરમબીર સિંહને હટાવવા અંગે ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે મુકેશ અંબાણી ધમકી મામલામાં કેટલીક ભૂલો મળી આવી છે, જેને અવગણવા યોગ્ય નથી. હવે પોલીસ અધિકારીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે ગૃહમંત્રીએ દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવાનું લક્ષ્ય રાખ્યું છે.

1. પત્રમાં પરમબીરસિંહે કહ્યું છે કે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ માટે જવાબદાર એવા સચિન વાજેને ગૃહ પ્રધાન અનિલ દેશમુખ દ્વારા છેલ્લા કેટલાક સમય દરમિયાન ઘણી વાર તેમના સત્તાવાર નિવાસસ્થાને બોલાવ્યા હતા. વાજેને વારંવાર ગૃહ પ્રધાન માટે નાણાં એકત્રિત કરવા સૂચના આપવામાં આવી હતી.

2. ગૃહમંત્રીએ સચિન વાજેને કહ્યું હતું કે તેમને દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવાનું લક્ષ્યાંક આપવામાં આવ્યું છે. આ હાંસલ કરવા માટે ગૃહમંત્રીએ વાજેને જણાવ્યું હતું કે અહીં 1,750 બાર, રેસ્ટોરાં અને અન્ય મથકો છે. જો પ્રત્યેક પાસેથી રૂ. 2-3- લાખ આવે છે, તો 40-50 કરોડ રૂપિયા પ્રાપ્ત થશે. ગૃહ પ્રધાને વધુમાં કહ્યું કે, બાકીના પૈસા અન્ય સ્રોતમાંથી એકત્ર કરવા પડશે.


 

 

 

 

 

3. પોલીસ અધિકારીએ કહ્યું, "સચિન વાજે તે દિવસે મારી ઓફિસે આવીને શું થયું તેની માહિતી આપી. બંને વચ્ચેની વાતચીત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો અને આ પરિસ્થિતિ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે વિચારવા લાગ્યો."

 

4. થોડા દિવસો પછી, સમાજ સેવા શાખાના એસીપી સંજય પાટિલને ગૃહ પ્રધાન દ્વારા તેમના અધિકારિક નિવાસ સ્થાને મુંબઇમાં હુક્કા પાર્લર પર વાત કરવા બોલાવવામાં આવ્યા હતા. આ બેઠકમાં ગૃહ પ્રધાનના ખાનગી સચિવ, પલાન્ડે અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. બે દિવસ પછી, પાટિલ સાથે ડીસીપી ભુજબલને ગૃહ પ્રધાનના ઘરે બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા. પાટીલ અને ડીસીપી ભુજબલ ગૃહ પ્રધાનની કેબિનની બહાર રાહ જોઈ રહ્યા હતા, ત્યારે પલાન્ડે ચેમ્બરની અંદર ગયા હતા અને બહાર આવ્યા બાદ એસીપી પાટિલ અને ડીસીપી ભુજબલે જણાવ્યું હતું કે ગૃહમંત્રીએ રૂ. 40-50 કરોડની વસૂલાતનું લક્ષ્યાંક નક્કી કર્યું છે, જે મુંબઇમાં કાર્યરત બાર, રેસ્ટોરાં અને અન્ય સંસ્થાઓ દ્વારા શક્ય છે.

5. માર્ચના મધ્યમાં, જ્યારે મને તમને એન્ટિલિયા કેસના સંદર્ભમાં બ્રીફિંગ આપવા માટે કહેવામાં આવ્યું ત્યારે મેં ગૃહ પ્રધાન દ્વારા કરવામાં આવતી ખોટી કાર્યવાહી અંગે ધ્યાન દોર્યું. મેં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી, NCPના પ્રમુખ શરદ પવાર અને અન્ય વરિષ્ઠ મંત્રીઓને પણ ગેરરીતિ અંગે માહિતગાર કર્યા છે.