મેરાન્યૂઝ નેટવર્ક.મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રના એક દંપત્તીએ પોતાના દિકરાના એક માર્ગ અકસ્માતમાં મોત થયા પછી મળેલી વળતરના રુપે મળેલી રકમ રૂપિયા 27.30 લાખનો ઉપયોગ ગરીબ અને જરૂરિયાતમંદ આદિવાસી બાળકોની શિક્ષા અને સુવિધાઓ આપવાનું મન બનાવ્યું છે. ઠાણે મોટર દુર્ઘટનાએ શુક્રવારે તેમના આવેદન પર સુનાવણી કરી જેમાં ત્રીસ જુન વર્ષ 2018એ થયેલા તેમના દિકરા 21 વર્ષિય દિકરાના મોતના અવેજમાં 50 લાખ રૂપિયાની વળતરની રકમની માગ કરી હતી.

યુવકનું મોત મુંબઈના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભાંડુપ વિસ્તારમાં થઈ હતી. તેમની કાર રોડ ડિવાઈડરથી ભટકાયા પછી રસ્તાની બીજી તરફ ફેંકાઈ ગઈ હતી અને સામેથી આવી રહેલી કંટેનર ટ્રકથી તેમની આમને સામને ટક્કર થઈ ગઈ હતી. યુવકના માતા-પિતાને કારની વીમાકર્તા તરફથી 27.30 લાખ રૂપિયાની રકમ આપવાની સહમતી બની. દંપત્તિએ તેમને કહ્યું કે તેમણે દિકરાની યાદમાં એક ટ્રસ્ટ બનાવ્યું છે અને મળેલી રકમનો ઉપયોગ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોની શિક્ષા તથા ખેલ ગતિવિધિઓમાં કરવાનું નક્કી કર્યું છે.