મેરાન્યૂઝ નેટવર્ક.પ્રયાગરાજઃ અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિએ સોમવારે શંકાસ્પદ સ્થિતિમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી, તેમની લાશ અલ્લાપુર સ્થિત બાધંબરી મઠ સ્થિત તેમના આવાસમાંથી મળી છે. સાંજે સૂચના મળતા જ હડકંપ મચી ગયો હતો. પોલીસે સૂચના મળતાં જ મઠને સીઝ કરી દીધો. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યાં જ બીજી બાજુ મહંત નરેન્દ્ર ગિરિના શિષ્ય આનંદ ગિરિને પોલીસે અટકાયતમાં લીધો છે. તેના સાથે જ તેમણે પોતાની મિલકતની જાણકારી પણ તેમાં જ આપી હતી. પોલીસે આ સંબંધમાં કહ્યું છે કે તે હજુ આ ઘટનાને વિસ્તારથી જોઈ રહ્યા છે અને તે પછી જ સ્થિતિને સ્પષ્ટ કરી શકાશે.

સંગમ સ્થિત મોટા હનુમાન મંદિરના મુખ્ય વ્યવસ્થાપક અને અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરિ અલ્લાપુર સ્થિત બાધંબરી મઠ ખાતેના આવાસમાં રહેતા હતા. સોમવારની સાંજે સેવાદાર તેમના રૂમમાં પહોંચ્યો તો તેની આંખો ફાટી ગઈ, મહંત નરેન્દ્ર ગિરિની લાશ ફાંસો ખાઈ લીધેલી હાલતમાં લટકી રહી હતી. પુરા મઠમાં હડકંપ મચી ગયો. માહિતી મળતાં જ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા. પોલીસે મઠને સીઝ કરી દીધો હતો.

Advertisement


 

 

 

 

 

સ્થળ પર ફોરેન્સિક ટીમ અને ફીલ્ડ યૂનીટ પણ તપાસ કરી રહ્યા હતા. ડીએમએ લખનઉમાં ઉચ્ચ અધિકારીઓને પ્રાથમિક માહિતીથી અવગત કરાવ્યા હતા. મહંત નરેન્દ્ર ગિરિ હાલમાં જ પોતાના શિષ્ય આનંદ ગિરિ સાથે વિવાદને લઈ ચર્ચામાં આવ્યા હતા. જોકે આ વિવાદ આનંદ ગિરિના માફી માગવાના પછી પુરો થઈ ગયો હતો પરંતુ મઠ અને મંદિરમાં આનંદનો પ્રવેશ થઈ શક્યો ન્હોતો. તેના ઉપરાંત જાહેરમાં કોઈ બીજો વિવાદ સામે આવ્યો ન્હોતો.

તપાસ કરી રહેલા અધિકારીઓનું કહેવું છે કે તમામ બાબતોની તપાસ કરાઈ રહી છે. તેમની લાશ લટકતી મળી હતી. પોસ્ટમોર્ટમ પછી જ સ્પષ્ટ થશે કે તેમની મોત કઈ રીતે થઈ. આઈજી કેપી સિંહનું કહેવું છે કે નરેન્દ્ર ગિરિની લાશ લટકતી હાલતમાં મળી, પ્રારંભીક તપાસમાં ઘટના આત્મહત્યાની લાગી રહી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પર અંતિમ રુપે કાંઈક કહી શકાશે. નરેન્દ્ર ગિરિના નિધનની સૂચના પર ડેપ્યૂટી સીએમ કેશવ મૌર્ય અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પોલીસ અધિકારીઓએ મઠના સેવાદારોની પુછપરછ કરી છે. સોમવારે સવારે જ મઠ આવવા અને જનારાઓની યાદી પણ માગવામાં આવી છે. મહંત નરેન્દ્ર ગિરિના મોબાઈલ નંબરની તપાસ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરિની દેહાવસાન અત્યંત દુઃખદ છે. આધ્યાત્મિક પરંપરાઓના પ્રત્યે સમર્પિત રહેતા તેમણે સંત સમાજની તેમની ધારાઓને એક સાથે જોડીવાની મહત્વની ભૂમિકા નિભાવી. પ્રભુ તેમના શ્રી ચરણોમાં તેમને સ્થાન આપે.. ઓમ શાંતિ..

Advertisement


 

 

 

 

 

શિષ્ય આનંદ ગિરિ સાથે આ વિવાદોના કારણે ચર્ચામાં રહ્યા

નિરંજની અખાડામાંથી હાંકી કાવામાં આવેલા યોગ ગુરુ આનંદ ગિરિ અને અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરિ વચ્ચેના વિવાદો વચ્ચે, મઠ અને મંદિરોની જમીનનો વિવાદ પણ હેડલાઇન્સમાં હતો. સ્વામી આનંદ ગિરિએ એક પત્ર મોકલીને અખાડાના વિવાદ અંગે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહમંત્રીને જાણ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે શહેરના ક્યાડગંજ સ્થિત ગોપાલ મંદિર પણ અડધું વેચી દેવામાં આવ્યું છે. મઠ અને મંદિરની વેચાતી જમીનોના કરોડો રૂપિયાના દુરુપયોગની ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ. આ સાથે, તેમણે સંગમ ખાતે મોટા હનુમાન મંદિરમાં લાખો રૂપિયાના પ્રસાદ અને અર્પણોમાંથી બિનહિસાબી આવકની તપાસની પણ માંગ કરી છે. આ પછી વિવાદ લાંબા સમય સુધી ચાલ્યો પણ આનંદ ગિરિએ માફી માગીને તેનો અંત લાવ્યો હતો અને તેમની વચ્ચેના વિવાદને ઉકેલવાનું કામ લખનૌના અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું.