મેરાન્યૂઝ નેટવર્ક.લખનઉઃ અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરિના મૃત્યુ કેસમાં CBIએ CJM કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈની ચાર્જશીટમાં મહંત નરેન્દ્ર ગિરિના મૃત્યુને આત્મહત્યા તરીકે ગણવામાં આવી છે. તેમની હત્યાની આશંકા ખોટી સાબિત થઈ છે. સીબીઆઈએ આઈપીસીની કલમ 306 અને 120બી હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે.

મૃત્યુ માટે આનંદ ગિરિ, આરાધ્યા પ્રસાદ તિવારી અને સંદીપ તિવારીને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. CFLમાંથી હેન્ડરાઈટિંગ ચેક કરાવ્યા બાદ એ વાતની પૃષ્ટિ થઈ છે કે મહંત નરેન્દ્ર ગિરિએ સુસાઈડ નોટ લખી છે. તેમણે મૃત્યુ પહેલા વીડિયો પણ બનાવ્યો હતો. ચાર્જશીટમાં ત્રણેય આરોપીઓ પર સુયોજિત કાવતરા હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સીબીઆઈએ કહ્યું છે કે અન્ય આરોપીઓ સામે તપાસ હજુ ચાલુ છે. સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી આ પ્રથમ ચાર્જશીટ છે.

Advertisement


 

 

 

 

 

આ કેસમાં તપાસ પૂર્ણ થયા બાદ સીબીઆઈ સપ્લીમેન્ટરી ચાર્જશીટ પણ દાખલ કરી શકે છે. મહંત નરેન્દ્ર ગિરિએ મૃત્યુ પહેલા તેમના બે સેવકો સાથે વાતચીત કરી હતી. તેમને પૂછવામાં આવ્યું કે, શું ફોટો અને વીડિયોમાં ચહેરો બદલીને ખોટો વીડિયો બનાવી શકાય છે. CJM કોર્ટે આનંદ ગિરિને એડવોકેટ મારફત ચાર્જશીટની નકલ આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. હવે આ કેસમાં આનંદ ગિરિના વકીલ હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરશે. કોર્ટે ત્રણેય આરોપીઓની ન્યાયિક કસ્ટડી 25 નવેમ્બર સુધી લંબાવી છે. આ મામલે 25 નવેમ્બરે સુનાવણી થશે.