મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીથી હિંમતનગર સુધીનો હાઈવે અકસ્માત ઝોન તરીકે ઉભરી રહ્યો હોય તેવો વાહન ચાલકો અહેસાસ અનુભવી રહ્યા છે. શામળાજી નજીક સુનોખ પાટિયા નજીક મહિન્દ્રા મારઝોના ચાલકે સામેથી હોન્ડા અમેઝ કાર ને ધડાકાભેર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

હોન્ડા સીટી કારમાં સવાર અખિલ ભારતીય કાનજી સંપ્રદાયના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વરદા (રાજસ્થાન) ગાદીપતિ મહંત ભીમ સિંહ ચૌહાણના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાબડતોડ સારવાર અર્થે શામળાજી રેફરલ હોસ્પિટલમાં ખસેડાતા સારવાર કારાગત નીવડે તે પહેલા પ્રાણ ત્યજી દેતા ભારે ચકચાર મચી હતી હોન્ડા અમેઝના કાર ચાલક અને તેમના અનુયાયી અમદાવાદ ઘાટલોડિયા સતાધાર કોમ્પ્લેક્ષમાં રહેતા અક્ષય રાજેશ ભાઈ શાહના માથાના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. અકસ્માતની ઘટનાની જાણ શામળાજી પીએસઆઈ શર્મા અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક પૂર્વરત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અખિલ ભારતીય કાનજી સંપ્રદાયના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વરદાના ગાદીપતિ મહંત ભીમસિંહ ચૌહાણનું અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત નિપજતા મોટી સંખ્યામાં સંપ્રદાયના અગ્રણીઓ અને તેમના અનુયાયીઓ શામળાજી ખાતે દોડી આવ્યા હતા અને અચાનક મહંતની વિદાયથી આઘાતમાં સારી પડ્યા હતા.

રાજસ્થાનના ડુંગરપુરના વરદાના ગાદીપતિ અને અખિલ ભારતીય કાનજી સંપ્રદાયના રાષ્ટ્રીય અધ્યક્ષ મહંત ભીમસિંહ ચૌહાણ તેમના અમદાવાદ ખાતે રહેતા અનુયાયી અક્ષય રાજેશભાઈ શાહની હોન્ડા અમેઝ કારમાં ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા અમદાવાદ આવી રહ્યા હતા. શામળાજી નજીક આવેલા સુનોખ પાટિયા નજીક હોન્ડા અમેઝ (ગાડી.નં-GJ 01 RX 0971 ) ની કારને હિંમતનગર થી શામળાજી તરફ આવતા મહિન્દ્રા મારઝો (ગાડી.નં-GJ 18 BK 2011 ) ના ચાલકે ધડાકાભેર સામેથી ટક્કર મારતા કારમાં સવાર મહંત ભીમસિંહ ચૌહાણના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અક્ષય ભાઈના માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી અકસ્માતના પગલે દોડી આવેલી શામળાજી પોલીસે અકસ્માતના પગલે સર્જાયેલ ટ્રાફિક પૂર્વરત કરાવી અક્ષય રાજેશભાઈ શાહની ફરિયાદના આધારે અકસ્માત સર્જી ફરાર મારઝો કારના ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.