મેરાન્યૂઝ નેટવર્ક.જુનાગઢઃ માળીયા નજીક થયેલા એક અકસ્માતમાં યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જીપ ચાકલ ફુલ સ્પીડમાં આવતો જોવા મળે છે. 
માળીયા હાટીના તાલુકાના નવા વાંદરવાડા ગામના આહીર પંકજ દેવાયતભાઈ ભેંદરડા ઉ. ૨૫ ના આગામી ૨૩ ફેબ્રુઆરીના રોજ લગ્ન નિર્ધારેલ હોય પોતાના લગ્નની ખરીદી કરવા માટે કાલે બપોરે બાઇક ઉપર પિતરાઈ બહેન મધુબેન મેરામભાઈ સાથે જઇ રહ્યો હતો.

ત્યારે રસ્તામાં પાણીધ્રા હાઇવે પર બોલેરો જીપના ચાલકે ટાયર ફાટતાં કાબુ ગુમાવ્યો હોવાનું કહેવાય છે અને પંકજના બાઇકને ઠોકર મારી દેતા ભાઈ બહેન બંને નીચે ફસડાઈ પડ્યા હતા. અકસ્માત સર્જીને બોલેરોનો ચાલક નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત ભાઈ બહેનને સારવાર માટે કેશોદ ખસેડવામાં આવ્યો હતા. જેમાં પંકજની હાલત ગંભીર જણાતા તેને જૂનાગઢ રીફર કરતા તેનું મોત થયું હતું. જ્યારે મધુબેન હાલ કેશોદ સારવાર હેઠળ છે.