મેરાન્યૂઝ નેટવર્ક.મહારાષ્ટ્રઃ આર્થિક કારણોને પગલે મધ્યપ્રદેશ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. સરકારે રાજ્યમાં એક લીટર ઓઈલ પર એક રૂપિયાનો કોરોના ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ વૃદ્ધી બાદ એક લીટર પેટ્રોલનો ભાવ ત્યાં 82.64 રૂપિયા અને ડિઝલની કિંમત 73.14 રૂપિયા થઈ ગઈ છે.

નવા ભાવ 13 જુન 2020થી લાગુ થઈ ગયા છે. આમ, કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનના કારણે રાજ્ય સરકારે રાજસ્વની ખોટ સાથે લડી રહી છે, જેને કારણે પહેલા ઘણા રાજ્યોએ વેટ વધારવામાં આવ્યો છે.

ઓઈલ પર કોવિડ વેરો લગાવવાથી મધ્યપ્રદેશ સરકારને એક વર્ષમાં અંદાજીત 570 કરોડથી વધુની રાજસ્વ પ્રાપ્ત થશે. જેમાં 200 કરોડ રૂપિયા પેટ્રોલ અને બાીકના ડીઝલના ભાવ વધવાને કારણે મળશે તેવો અંદાજ છે.

પેટ્રોલીયમ ઉદ્યોગના સૂત્રો કહે છે કે તેલ વધુ વધી શકે છે. શનિવાર અને સોમવારની વચ્ચે ભાવમાં પ્રતિ લીટર એક રૂપિયાનો વધારો કરી શકાય છે.

સપ્ટેમ્બર 2019 માં પણ થયો હતો વધારો

સપ્ટેમ્બર 2019 માં પણ રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં પાંચ ટકાનો વધારો કર્યો હતો. આના કારણે ભોપાલમાં પેટ્રોલનો ભાવ 2.91 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર 2.86 રૂપિયા મોંધો થયો હતો. ઇન્દોરમાં પેટ્રોલ 3.26 અને ડીઝલ 3.14 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું હતું.

દેશમાં વેટ સૌથી વધુ મધ્યપ્રદેશમાં છે

મધ્યપ્રદેશમાં એક લિટર પેટ્રોલ પર ગ્રાહકો પાસેથી 33 ટકા વેટ લેવામાં આવે છે અને ડીઝલ પર 23 ટકા, જે દેશના અન્ય રાજ્યોની તુલનામાં સૌથી વધુ છે.

આ રાજ્યોએ પણ ટેક્સમાં વધારો કર્યો હતો

આ પહેલા દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, રાજસ્થાન, હરિયાણા, નાગાલેન્ડ, આસામ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, ગોવા અને મેઘાલયની સરકારોએ પણ લોકડાઉન દરમિયાન તેલના ભાવ પરના ટેક્સમાં વધારો કર્યો છે.

પેટ્રોલ અને ડીઝલ સાત દિવસથી મોંઘુ થઈ રહ્યું છે

તે જાણીતું છે કે દેશમાં છેલ્લા સાત દિવસથી તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જાહેર ક્ષેત્રની કંપનીઓની સૂચના મુજબ, આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 74.57 રૂપિયાથી વધીને 75.16 રૂપિયા થઈ ગઈ છે જ્યારે ડીઝલની કિંમત 72.81 રૂપિયાથી વધીને 73.39 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતા, મુંબઇ અને ચેન્નઈમાં એક લિટર પેટ્રોલની કિંમત અનુક્રમે 77.05, 82.10 અને 78.99 છે. ડીઝલની વાત કરીએ તો, આ મહાનગરોમાં તેના ભાવો અનુક્રમે 69.23, 72.03 અને 71.64 છે. પેટ્રોલના ભાવોમાં આવો વધારો હાલ લોકોને મોંઘો પડવાનો તે નક્કી છે.