મેરાન્યૂઝ નેટવર્ક.ભોપાલઃ દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. દરમિયાન શિવરાજસિંહ ચૌહાણના કેબીનેટ મંત્રી અરવિંદ ભાદોરીયા કોવિડ -19 પોઝિટિવ થયા હતા. ગત બુધવારે પ્રધાનમંડળની બેઠકમાં હાજરી આપી હતી અને રાજ્યપાલ લાલજી ટંડનના અંતિમ સંસ્કારમાં પણ ભાગ લીધો હતો. તેમને ભોપાલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમયમાં આજે અચાનક મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી છે.

તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, મારા પ્રિય પ્રદેશવાસીઓ મને કોવીડ 19ના લક્ષણ આવી રહ્યા હતા. ટેસ્ટ પછી મારી રિપોર્ટ પોઝિટિવ આવી છે. મારા તમામ સાથિઓને અપીલ છે કે જે મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લો. મારા નજીકના સંપર્ક વાળા લોકો ક્વોરંટાઈનમાં જતા રહો.

મળતી માહિતી મુજબ, અગાઉ અરવિંદ ભદોરિયાને કોરોના વાયરસના ચેપના કોઈ લક્ષણો નથી પરંતુ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને સાવચેતી રૂપે સંસર્ગનિષેધમાં રહેવા કહેવામાં આવ્યું છે અને બધાની કોરોનાની તપાસ કરવામાં આવશે. જોકે આ અરસામાં જ મુખ્યમંત્રી પણ કોરોના પોઝિટિવ થઈ જતાં રાજકારણમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.