મેરાન્યૂઝ નેટવર્ક.જબલપુરઃ એમપીમાં ખોટી શાન અને સમ્માન માટે યુવકે માણસને શોભે નહીં તેવી હરકતને અંજામ આપી છે. બહેનના લગ્નથી નારાજ યુવકે પોતાના જીજાજીનું માથું કાપી દીધું છે. ત્યાં જ કપાયેલું માથું લઈ પોલીસ સ્ટેશનમાં સરન્ડર કરવા માટે પહોંચ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે આ આઘાતમાં બહેનએ ફાંસો લગાવી લીધો છે.

પોલીસે કહ્યું કે 35 વર્ષીય યુવક કુહાડીનો ઘા કરી જીજાનું માંથું કાપી નાખ્યું છે. મૃતકે આરોપીની બહેન સાથે ભાગીને લગ્ન કર્યા હતા જે પછી પોતે પોલીસ સ્ટેશનમાં આવીને સરન્ડર કર્યું હતું. આ ઘટનાની જાણકારી મળતા આરોપીની 19 વર્ષીય બહેને પણ ઘરમાં ફાંસો લગાવીને કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે.

તિલવારા પોલીસ મથકના નિરીક્ષક સતિષ પટેલે કહ્યું કે મિંટૂ શિવરામ શુક્લા ઉર્ફે ધીરજ તિલવારા પોલીસ મથકે એક બોરી લઈને આવ્યો. તેમણે કહ્યું કે બોરીમાં વિજેત કશ્યપનું કપાયેલું માથું હતું. પટેલે આરોપીના હવાલાથી કહ્યું કે ત્રણ માસ પહેલા કશ્યપ તેની બહેન સાથે ભાગી ગયો હતો અને બંનેએ લગ્ન કરી લીધા હતા.


 

 

 

 

 

તેમણે કહ્યું કે પોલીસે આરોપીની સૂચના પર મૃતકનું વગર માથાનું શબ રામનગર વિસ્તારના એક ખેતરમાંથી મેળવ્યું છે. પોલીસ અધિકારીએ કહ્યું કે આ ઘટનાની જાણકારી મળવા પર આરોપીની બહેને ઘરમાં ફાંસો ખાઈ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. તેમણે કહ્યું કે પોલીસ આ વાતની તપાસ કરી રહી છે કે શું આરોપીની બહેનની પણ હત્યા કરાઈ છે કે તેણે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવામાં આવી હતી. પલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.