મેરાન્યૂઝ નેટવર્ક.હાલોલ: બોલીવુડમાં ધકધક ગર્લથી જાણીતી બનેલી અને પોતાના મધુર હાસ્યથી કરોડો ચાહકોના દિલમાં જેને પોતાના અભિનય અને નૃત્યકલાથી પોતાનુ આગવુ સ્થાન પ્રાપ્ત કરનારી અભિનેત્રી માધુરી દિક્ષીત નેને પંચમહાલ જીલ્લામાં ત્રણ દિવસ માટે મહેમાન બની છે. માધુરી દિક્ષીતે પાવાગઢ ખાતે આવેલા માંચી તેમજ ઉડન ખટોલા સહીતના લોકેશન પાસે શુંટિગ કર્યુ હતુ. સોમવારે વહેલી સવારે માધુરી તેમજ શુંટીગના ક્રુ મેમ્બર્સ સહીતનો સ્ટાફ માંચી ખાતે આવી પહોચ્યો હતો. માધુરી ત્રણ દિવસ પાવાગઢની સાથે સાથે ચાંપાનેરની ઐતિહાસિક ધરોહરો, વડાતળાવ ખાતે શુંટીગ કરશે તેવુ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યુ છે.
Advertisement
 
 
 
 
 
પંચમહાલ જીલ્લામાં આવેલા પાવાગઢ અને ચાંપાનેર બોલીવુડની હિન્દી અને ઢોલીવુડની ગુજરાતી ફિલ્મોના શુટીગ માટે જાણીતા સ્પોટ બન્યા છે. ચાંપાનેરના સ્મારકોનો વિશ્વહેરિટેજ સાઈટમાં સમાવેશ થતા વિદેશી પ્રવાસીઓ પણ આ ઐતિહાસિક ધરોહરને જોવા માટે આવે છે. અહી સમયાંતરે ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મોના શુટીંગ પર થાય છે. બોલીવુડમાં ધકધક ગર્લથી જાણીતી બનેલી માધુરી દિક્ષીત નેને ફિલ્મો બાદ હવે ઓટીટી પ્લેટફોર્મ પર પોતાના અભિનયનો જાદુ પાથરવા જઈ રહી છે. ઓટીટી પ્લેટફોર્મ પર આવનારી એક વેબસિરિઝના શુટીંગ માટે માધુરી દિક્ષીત પાવાગઢ ખાતે ત્રણ દિવસની મહેમાન બની છે. જેમા પહેલા દિવસે પાવાગઢ ખાતે આવેલા માંચી ખાતે વેબસિરીઝના કેટલાક દ્શ્યોનુ શુટીંગ કર્યુ હતુ. માંચીમાં માધુરી દિક્ષીત લાલ સાડીમાં સજ્જ થઈને ઉડન ખટોલાના પ્રવેશદ્વાર પાસેથી શુટીંગ સ્પોટ પર પહોચી હતી.
જ્યા ઉપસ્થિત ચાહકોનુ બે હાથ જોડીને નમસ્તે કરીને હાથ હલાવીને અભિવાદન કર્યુ હતુ. માધુરી દિક્ષીતની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત પણ રાખવામા આવ્યો હતો. ત્રણ દિવસમાં પાવાગઢ અને ચાંપાનેરમા આવેલા જામા મસ્જિદ, વડાતળાવ સહીતના આસપાસ શુટીંગ કરવામા આવશે. માધુરી દિક્ષીત શુટીંગ માટે પાવાગઢ ખાતે આવી હોવાની જાણ થતા ચાહકો માધુરીની ઝલક નિહાળવા પહોચ્યા હતા. માધુરીની સાથે અન્ય કલાકારો પણ શુંટીગમાં આવ્યા હોવાનુ જાણવા મળી રહ્યુ છે. નોંધનીય છેકે ચાંપાનેર ખાતે આવેલા વડા તળાવ ખાતે બોલીવુડની ફિલ્મ લવયાત્રીના કેટલાક દશ્યોનુ શુટીંગ ૨૦૧૮ની સાલમાં કરવામા આવ્યુ હતુ.
Advertisement
 
 
 
 
 
બોલીવુડની આ જાણીતી અદાકારાએ પોતાના ફિલ્મ કેરીયરની શરૂઆત "અબોધ" ફિલ્મથી કરી હતી.ત્યારબાદ તેજાબ ફિલ્મમાં તેને નવો બ્રેક મળ્યો હતો. તેજાબ ફિલ્મનુ એક દો તીન. ચાહકોએ ખુબ જ વખાણ્યુ હતુ. માધુરીએ ખલનાયક, રામલખન, સાજન, હમ આપકે હે કોન, દેવદાસ, ગુલાબગેંગ સહિતની ઘણી ફિલ્મોમાં જાજરમાન અભિનય આપ્યો છે.