મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સેનાના પ્રમુખ જનરલ બિપિન રાવતે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને પેરાશૂટ રેજિમેન્ટ સાથે બે મહિનાની ટ્રેનીંગની મંજુરી આપી છે. સેનાના ખાસ સૂત્રોએ આ જાણકારી આપી છે. પ્રાદેશિક સેનાની પેરાશૂટ રેજિમેન્ટમાં માનદ લેફ્ટનેંટ કર્નલ ધોનીએ આ આશયનો આગ્રહ કર્યો હતો. હવે ધોની બે મહિના પેરાશૂટ રેજિમેન્ટની સાથે ટ્રેનિંગ કરશે જેમાં કાંઈક સમય જમ્મુ તથા કશ્મીરમાં પણ વ્યતીત થશે. જોક સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે ધોની સેનાના કોઈ સક્રિય અભિયાનનો ભાગ નહીં બને.

ધોનીએ વેસ્ટઈંડીઝ પ્રવાસ માટે પોતાની અનુપલ્બદ્ધતા બતાવીને સિલેક્ટર્સનું કામ હાલ પુરતું સહેલું કરી દીધું છે પરંતુ ટીમ ઈન્ડિયાના ભવિષ્યને લઈને રુપરેખાને ધોનીની મુશ્કેલીઓને વધારતી જોવાઈ રહી છે.

મુખ્ય સિલેકટર એમએસકે પ્રસાદે સાફ કર્યું છે કે, તેમની ભવિષ્યની યોજનામાં ઋષભ પંત છે અને તે તેને વધુથી વધુ તકો આપવા માગે છે. પ્રસાદનું આ નિવદેન ધોની પર આપોઆપના ભવિષ્યનો નિર્ણય કરવા માટે મોટું દબાણ બનાવશે. મોટી વાત એ પણ છે કે પ્રસાદે ટીમની ભવિષ્યની યોજનાઓઅંગે પણ અવગત કરાવી દીધા છે. આગામી વર્ષે ટી20 વર્લ્ડ કપ યોજાનારો છે. તે ઉપરાંતની ટી-20 મેચો માટે ટીમનું સિલેક્ટીંગ તેઓ કરશે ધોનીનો મુદ્દો ફરી એક વાર સામે આવશે.