નિ:શુલ્ટિક ટિફિન સેવાના માધ્યમે વાઘોડિયા ડભોઇ રિંગ રોડ ગુરુકુળ સર્કલ - પાસે આવેલ સ્વામિનારાયણ મંદિરથી પરમ પૂજ્ય ગુરુજી ની આજ્ઞાથી સંતો ભક્તો અને યુવાનોના અથાક મહેનતથી હોમ ક્વોરન્ટાઇન સિનિયર સિટીજન -બાળકો માતાઓ જેમાં કોઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય અને  ઘરમાં કોઈ ભોજન બનાવી શકે એવી વ્યક્તિ ન હોય એવા જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે વાઘોડિયા રોડ-  માંજલપુર - હરણી રોડ - મકરપુરા - તરસાલી જેવા વિસ્તારમાં દરરોજ બપોરે અને સાંજે 300 ટિફિનની સેવા પૂરી પાડવામાં આવે છે.

જેમાં સવારથી સત્સંગી માતાઓ ભક્તો દ્વારા શુધ્ધ અને સાત્વિક અને દર્દીઓ માટે પૌષ્ટિક ભોજન બનાવવામાં આવે છે. પરમત્મા ને ભોગ ધરાવી ભોજન ડિસ્પોઝેબલ ડીશમાં પેક કરવામાં આવે છે . શ્રીમંત ઘરના યુવાન દીકરા દીકરીઓ શિક્ષક જેવા પોતાના ઘરના વ્યવસાય પડતા મૂકીને  પોતાનો માનવ ધર્મ નીભાવતા ઘરે-ઘરે ટિફિન આપવા માટે જાતે જાય છે.
દુઃખી જનની વિશે દયાવાન થવું એ ભગવાન સ્વામિનારાયણના કંડારેલા માર્ગ ઉપર આજે સંતો જાતે સેવા કાર્યમાં જોડાઈ બીજાના પ્રેરણા સ્તોત્ર બની અને આ સેવા કાર્યને આગળ વધારી રહ્યા છે. 

જન સેવા એ પ્રભુસેવા એવા નાદ સાથે પૂજ્ય દર્શનવલ્લભ સ્વામીની નિગરાનીમાં ચાલતા નિ: શુલ્ક ટિફિન સેવા માટે લોયાધામ પરિવારના તથા અન્ય ધર્મ પ્રેમી ભક્તો દ્વારા આર્થિક સહયોગ પણ મળી રહયો છે. ધર્મ કે જાતિ ના બાધ વગર આ નિ:શુલ્ક ટિફિન સેવા બધાને જ મળી રહી છે.