મેરાન્યૂઝ નેટવર્ક.લખનઉઃ ઉત્તર પ્રદેશના રાજકારણમાં પગ મુકવાનું એલાન કરનારી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ એક મોટો દાવ ખેલ્યો છે. જ્યાં 2022માં થનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પાર્ટીએ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી પદ માટે રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસંભા સભ્ય સંજય સિંહના નામેનું એલાન કર્યું છે.

આપને જણાવી દઈએ કે સચિવ મીનાક્ષી શ્રીવાસ્તવ અને જિલ્લાધ્યક્ષ ભૂપેન્દ્ર જાદૌનના મુજબ, કાર્યકર્તાઓએ પણ સંજય સિંહને જ મુખ્યમંત્રીનો ચહેરો બનાવવાની માગ કરી છે. આપ યુપીમાં વીજળી, પાણી, સ્વાસ્થ્ય અને શિક્ષાના મુદ્દા પર ચૂંટણી લડવાની તૈયારીમાં છે.

આમ આદમી પાર્ટી સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી લડવાનું એલાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે જનાંદોલન દ્વારા 8 વર્ષ પહેલા તેમણે પાર્ટી બનાવી હતી અને આપ દિલ્હીમાં ત્રણ વાર સરકાર બનાવવામાં સફળ રહી છે. સીએમ કેજરીવાલે કહ્યું કે આ ઉપરાંત તેમની પાર્ટીએ પંજાબમાં મુખ્ય વિપક્ષી દળની ભૂમિકા નિભાવી છે.