મેરાન્યૂઝ નેટવર્ક.લખનૌઃ ઉત્તર પ્રદેશમાં હાથરસમાં એક દલિત યુવતી સાથે ગેંગરેપ અને તેની નિર્દયતાથી હત્યાને લઈને દેશભરમાં આક્રોષ છે. તે દરમિયાન આ જ પ્રકારની એક બીજી ઘટના યુપીના બલરામપુર જિલ્લામાં બની છે. હાથરસના અંદાજે 500 કિલોમીટર દુર 22 વર્ષિય દલિત યુવતી સાથે પણ હેવાનોએ ગેંગરેપ કર્યો અને તેને ખુબ માર માર્યો જેના કારણે તેનું મોત થઈ ગયું છે. આ ઘટના મંગળવાર (29 સપ્ટેમ્બર)ની સાંજે બી હતી જ્યારે દેશનું ધ્યાન દિલ્હીના સફદરજંગમાં હાથરસ યુવતીના મોત પર કેન્દ્રીત હતું અને પોલીસ તેની લાશ તેના ગામ લશ તેના ગામ લઈ જવામાં લાગી હતી.

બલરામપુરની યુવતીનું મોત ત્યારે થઈ ગયું હતું જ્યારે તેને સારવાર માટે લખનૌ હોસ્પિટલમાં લાવાઈ રહી હતી. સૂત્રોના મુજબ, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ગેંગરેપની પૃષ્ટી થઈ છે. સૂત્રોએ એ પણ કહ્યું કે પીડિતાના શરીર પર ઘણા જગ્યા પર ઘા અને ઈજાના નિશાન હતા. મૃતક યુવતીના ભાઈએ કહ્યું કે પોલીસે આ કેસમાં બે લોકોને પકડ્યા છે જેમાંથી એક સગીર છે.

પીડિયાની માતાએ કહ્યું કે સવારે તે ઘરેથી નીકળી હતી, જ્યારે સાંજ સુધી તે પાછી ન આવી તો પોલીસને તેની જાણકારી આપવામાં આવી. સૂત્રોએ કહ્યું કે તે સાંજે 7 વાગ્યા આસપાસ પાછી આવી, હુમલાખોરોએ તેને ઈ-રિક્ષામાં બેસાડીને તેના ઘરે મોકલી દીધી હતી. તે વખતે યુવતી બેભાન અવસ્થામાં હતી. પરિજનો તેને હોસ્પિટલ લઈ ગચા, હોસ્પિટલમાં ડોક્ટરે તેને અન્ય હોસ્પિટલમાં રિફર કરી. રસ્તામાં તેનું મોત થઈ ગયું.

પીડિતાની માતાએ કહ્યું કે, બદમાશોએ તેને કોઈ નશીલા પદાર્થનું ઈન્જેક્શન લગાવી દીધું હતું જેના કારણે તે ભાન ગુમાવી બેઠી હતી. પછી તે લોકોએ તેની સાથે બળાત્કાર કર્યો... તે લોકોએ તેના પગ પણ તોડી નાખ્યા હતા. શરીરના પાછળના ભાગને પણ તોડી નાખ્યો હતો. એક રિક્ષા વાળો તેને લઈને આવ્યો અને અમારા ઘર સામે ફેંકી દીધી. મારી દીકરી પરાણે ઊભી થઈ શક્તી હતી કે બોલી શક્તી હતી. તેમણે કહ્યું કે, મારી દીકરીએ રડતાં કહ્યું, મને કોઈપણ રીતે બચાવી લો, મારે મરવું નથી.

યુવતીએ માતાને ફરિયાદ કરી હતી કે તેને પેટમાં ખુબ બળતરા અને દુઃખાવો થાય છે. સ્થાનીક ડોક્ટરે કહ્યું કે તેની હાલત ગંભીર છે. તેને લખનૌ લઈ જવાની સલાહ આપી, પરંતુ રસ્તામાં જ તેણે દમ તોડી દીધો. પોલીસે સંબંધીઓને લાશ સોંપી દીધી, જે પછી બુધવારે પીડિતાના અંતિમ સંસ્કાર કરી દેવાયા.

જોકે પોલીસે કહ્યું કે પોસ્ટ મોર્ટમથી ખબર નથી પડી કે તેના હાથ પગ તૂટી ગયા હતા. બલરામપુર પોલીસે મોડી રાત્રે ટ્વીટ કર્યું કે, આ મામલામાં પોલીસ દ્વારા બંને આરોપીઓને તાત્કીલક કાર્યવાહી કરતાં પકડી પાડવામાં આવ્યા છે. હાથ પગ તૂટી ગયા છે તે કહેવું યોગ્ય નથી કારણ કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં તેનો ઉલ્લેખ નથી.