મેરાન્યૂઝ નેટવર્ક.લખનૌઃ હાથરસ કેસમાં પીડિત પરિવારે આજે હાઈકોર્ટમાં ફરિયાદ કરી કે ન તો તેમને તેમની દીકરીનું મોંઢુ જોવા મળ્યું કે ન તેના અંતિમ સંસ્કાર કરવા દીધા. અધિકારીઓની દલીલ હતી કે લૉ એન્ડ ઓર્ડર ખરાબ ન થાય એટલે આવું કર્યું. કોર્ટે પુછ્યું કે શું તે કોઈ અમીર માણસની દીકરી હોતી તો પણ તેને તમે આ રીતે જ સળગાવી દેતા? કોર્ટને નક્કી કરવાનું છે કે શું સરકારી તંત્રએ પીડિત દીકરી અને તેના પરિવારના મૌલિક અધિકારોનું હનન કર્યું? આગામી સુનાવણી બે નવેમ્બરે થશે.

હાથરસના પીડિત પરિવારના પાંચ લોકો આજે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચ પાસે પહોંચ્યા. પીડિતાના પરિવારે અદાલતમાં જણાવ્યું હતું કે, તેમને દીકરીનું મોં જોવાની પણ મંજૂરી ન્હોતી અને બળપૂર્વક સળગાવી દેવામાં આવી હતી. કોર્ટે ડીએમને પૂછ્યું હતું કે, જો તે કોઈ મોટા માણસની પુત્રી હોત, તો શું તે તેને આ રીતે બાળી દેતા?

પીડિત પક્ષની એડવોકેટ સીમા કુશવાહાએ કહ્યું હતું કે "કોર્ટે એમ કહ્યું કે પીડિત પરિવારની જગ્યાએ એક ખૂબ જ ધનિક વ્યક્તિ હોત, તો શું તેમને આ રીતે બાળી નાખવામાં આવી હોત. અદાલતે સુમોમોટો માન્યતા લીધી હોવાથી તે ખૂબ જ સંવેદનશીલ છે. "

હાથરસના ડી.એમ.એ કહ્યું કે રાત્રે બાળકીના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય તેમનો હતો. યુવતીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ 10 કલાક સુધી દિલ્હીમાં રહ્યો હતો. ગામમાં ભીડ વધી રહી હતી. કાયદો અને વ્યવસ્થા બગડવાનો ભય હતો, તેથી આમ કરવામાં આવ્યું. કોર્ટે પૂછ્યું કે શું ફોર્સ વધારીને સવાર સુધી અંતિમ સંસ્કારની રાહ જોઈ શકાતી ન્હોતી?

એડિશનલ એડવોકેટ જનરલ વી.કે. શાહીએ કહ્યું કે, તેમણે તેમનો પક્ષ મૂક્યો છે, અમે અમારી બાજુ મૂકી છે. અમે કયા સંજોગોમાં કર્યું… કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શું હતી.. આ બાબતો વર્ણવેલ. બાકી હવે કોર્ટનો આદેશ આવે તેના ઉપર છે.

અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે જાતે બાળકીની અંતિમવિધિ કેસની સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે તેના આદેશમાં લખ્યું છે કે તે પરીક્ષણ કરવા માંગે છે કે શું તે પીડિત યુવતી અને તેના પરિવારના મૂળભૂત અધિકાર અને માનવાધિકારનું ઉલ્લંઘન છે? શું સરકારી કર્મચારીઓએ ગરીબી અને તેની જાતિના કારણે છોકરીના બંધારણીય હકોનું ઉલ્લંઘન કર્યું? શું ધાર્મિક વિધિઓ સનાતન હિન્દુ ધર્મની વિધિને અનુસરે છે? શું સરકારી કર્મચારીઓએ આ બધું "દમનકારી રીતે", "ગેરકાયદેસર" અને "મનસ્વી રીતે" કર્યું?

કોર્ટે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંકીને કહ્યું કે બંધારણનો આર્ટિકલ 21 જીવવાનો અધિકાર પણ આપે છે. તેમાં મૃત્યુ પછી, શરીરની "પ્રતિષ્ઠા" હોય છે અને તેની સાથે સમ્માન જનક વર્તનનો પણ અધિકાર આપે છે. આ કેસની આગામી સુનાવણી 2 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

વી.કે. શાહીએ જણાવ્યું કે હાલમાં 2 નવેમ્બરની તારીખ છે. 2 નવેમ્બરે, એડીજી (કાયદો અને વ્યવસ્થા) અને વિશેષ સચિવ ગૃહ વિભાગ, આ બંને લોકો આવશે. બાકીનાની જરૂર નથી, એમ કોર્ટે કહ્યું છે.