મેરાન્યૂઝ નેટવર્ક અરવલ્લી : અરવલ્લીમાંથી પસાર થતા અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે નં-૪૮ પર રતનપુર ચેકપોસ્ટથી ચિલોડા હાઈવે પર નાના-મોટા વાહન ચાલકો સહીત ટ્રક-ટ્રેલરને આંતરી રોકડ રકમ સાથે લૂંટ ચલાવનારી ગેંગનાં આતંકથી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. આ માહોલ વચ્ચે પ્રાંતિજ તાલુકાના મહાદેવપુરા નજીક ટાટા સ્પેસીઓ જીપમાં આવેલા પાંચથી ૬ શખ્શોએ ટ્રકનો પીછો કરી નિર્જન સ્થળે ટ્રક ચાલકને આંતરી બંદકૂની અણીએ લુંટ ચલાવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં આ લુંટારાઓ ટ્રકની કેબિનમાં રહેલા ૭,૪૨,૦૦૦ રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ જતા ટ્રક માલિકે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.   

 સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ નજીકથી પસાર થતા ટ્રક ચાલકને જીપમાં આવેલા પાંચથી છ બુકાનધારી શખ્શોએ ટ્રકને આંતરીને લાખ્ખો રૂપિયાની રોકડ રકમ લૂંટી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી ગઈ છે. ઔરંગાબાદના વેપારી કડી ખાતે કંપાસ વેચીને ટ્રકમાં પરત જઇ રહ્યાં હતાં. તે સમય દરમ્યાન સાબરડેરી- તલોદ રોડ ઉપર આવેલ પ્રાંતિજ તાલુકાના મહાદેવપુરા પાસે રાત્રીના સમયે અજાણ્યાં છથી સાત લુંટારૂઓ દ્વારા મોંઢે કપડું બાંધી સફેદ કલર ની ટાટા સ્પેશીયો ગાડી લઈને ત્રાટક્યા હતા. તેમણે આગળ જતી ટ્રક (ગાડી.નં GJ-24-V-4494 )ની ઓવરટેક કરી ટ્રકને રોકી હતી. જેમાં બુકાનધારી ૨ શખ્શો જીપમાંથી ઉતરી કડી-દંડા વડે ટ્રકના કાચ તોડી નાખી  ટ્રકમાં ચડી ગયા હતા.

આ લુંટારાઓએ ટ્રકમાં સવાર ગુલામહુસેનને મારી નાખવાની ધમકી આપી તમંચા  જેવું હથીયાર તાકતા ગુલામ હુસેન ટ્રકમાંથી નીચે કુદી જતાં ત્રણ લુંટારૂઓએ ગુલામ હુસેનને  લાકડીઓથી માર મારી જમણાં હાથે બાવડા અને પંજાના ભાગે તથા બરડામાં ઇજાઓ પહોચાડી હતી. જયારે ટ્રકમાં ચઢેલાં બે લુંટારૂઓએ ટ્રક ચાલક લાલભાઇને પીસ્તોલ જેવું હથિયાર બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે તેમણે રઉફખાન યુસુફખાન મેવાતી ( ઉમર વર્ષ- ૧૯, ધંધો- વેપાર રહે. એકલાસ મસ્જીદ પાસે ડુંગરગામ તા.સીલોડ જી.ઓરંગાબાદ મહારાષ્ટ્ર )ના માથા નીચે મુકેલા મીલીટ્રી કલરના થેલામાં રહેલા એક જોડ કપડાં તથા રોકડ રકમ રૂપિયા ૭,૪૨,૦૦૦ની લુંટ કરી નાસી ગયા હતા. આ બનાવ અંગે પ્રાંતિજ પોલિસ સ્ટેશનમાં વેપારી રઉફખાન યુનુસખાન મેવાતી દ્વારા પોલિસ ફરીયાદ કરવામાં આવતાં પ્રાંતિજ પોલિસે અજાણ્યા છથી સાત લુંટારૂઓ વિરૂધ્ધ આઇપીસી કલમ - ૧૨૦ બી૩ ૯૫, ૩૯૭, ૩૪૧, ૩૨૩, ૪૨૭  તથા આર્મસ એકટ ૧૯૫૯ની કલમ ૨૫ (૧-એ એ) તથા ૨૫ (૧-બી) એ અને જી.પી.એકટ કલમ - ૧૩૫ મુજબ ગુનો નોંધી પીઆઇ કે.બી.પટેલ દ્વારા લૂંટારુ ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.