મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: આજે લોકસભા ચૂંટણીઓ 2019નું અંતિમ અને સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને આગામી 23 મે ના રોજ મતગણતરી આયોજીત થવાની છે. જો કે આ પહેલા વિવિધ ન્યૂઝ ચેનલ્સ દ્વારા પોતાના એક્ઝિટ પોલ રજૂ કરવામાં આવી રહ્યા છે. ત્યાર અહીં પ્રસ્તુત દિલ્હી સ્થિત એક ન્યૂઝ ચેનલનાં પોલિટિકલ પત્રકારે આપેલ એક્ઝિટ પોલ.

દિલ્હી સ્થિત વરિષ્ઠ પત્રકાર રજનીશ રંજને પોતાના ફેસબુક પેજ પર તેમના અંગત મત અનુસાર એક્ઝિટ પોલ રજૂ કર્યો છે. જે અનુસાર NDA (ભાજપ અને સાથીપક્ષો) ને 202 બેઠક, યુપીએ (કોંગ્રેસ અને સાથીપક્ષો)ને 187 બેઠક અને થર્ડ ફ્રંટ (મમતા, માયાવતી, અખિલેશ સહિતના નેતાઓના પક્ષોના ગઠબંધન) 154 લોકસભા બેઠક જીતી શકે છે. એટલે કે ત્રીજો મોર્ચો કિંગ મેકરની ભૂમિકામાં રહેશે. ભાજપ એકલાને 179 અને કોંગ્રેસ પક્ષને 121 બેઠકો મળી શકે છે.

રજનીશ રંજનના ઓક્ઝિટ પોલ અનુસાર ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપને 22 અને કોંગ્રેસને 4 બેઠક મળી શકે છે. જ્યારે રાજસ્થાનની 25 બેઠકોમાંથી ભાજપને 10 અને કોંગ્રેસને 15 બેઠક મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2014ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપે ગુજરાત અને રાજસ્થાનની તમામ બેઠકો જીતી હતી.

રજનીશ રંજનના મતે 2019ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની 80 બેઠકોમાંથી ભાજપને 32, કોંગ્રેસને 3, સપાને 23 અને બસપાને 20 તથા આરજેડીને 2 બેઠક મળી શકે છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો...

-અરુણાચલ પ્રદેશમાં ભાજપને 2 બેઠક

-અસમમાં ભાજપને 7 અને કોંગ્રેઅસ્ને 5 બેઠક

-બિહારની 40 બેઠકોમાંથી ભાજપને 14, કોંગ્રેસને 4, આરજેડીને 11, જેડીયુને 6 બેઠક મળી શકે છે.

-છત્તીસગઢમાં ભાજપને 3 અને કોંગ્રેસને 8 બેઠક

-ગોવાની બંને બેઠક ભાજપને મળી શકે છે.

-હરિયાણામાં ભાજપને 5 અને કોંગ્રેસને 4 બેઠક મળી શકે છે

-હિમાચલ પ્રદેશમાં ચારેય બેઠક ભાજપ જીતી શકે છે.

-ઝારખંડમાં ભાજપને 3 અને કોંગ્રેસને 6 તથા જેએમએમને 4 બેઠક મળી શકે છે.

-કર્ણાટકની 28 બેઠકોમાંથી ભાજપને 12 અને કોંગ્રેસને 8 તથા જેડીએસને 8 બેઠક મળી શકે છે.

-જમ્મુ કાશ્મીરમાં ભાજપ 1, કોંગ્રેસ 1, પીડીપી 2, એનસી 2 બેઠક જીતી શકે છે.

-કેરળની કુલ 20 બેઠકોમાંથી કોંગ્રેસને 15, એલડીએફને 5 બેઠક મળી શકે છે.

-મધ્ય પ્રદેશની કુલ 29 બેઠકોમાંથી ભાજપને 14 અને કોંગ્રેસને 15 બેઠક મળી શકે છે.

-મહારાષ્ટ્રની કુલ 48 બેઠકોમાંથી ભાજપને 15, કોંગ્રસને 15, એનસીપીને 6 અને શિવસેનાને 12 બેઠક મળી શકે છે.

-ઓડિસામાં ભાજપને 5 અને બીજેડીને 16 બેઠક મળી શકે છે.

-પંજાબમાં કોંગ્રેસને 9 અને એસએડીને 4 બેઠક મળી શકે છે.

-તમિલનાડુમાં ડીએમકેને 20 અને એડીએમકેને 17 બેઠક મળી શકે છે.

-તેલંગણામાં ટીઆરએસને 14 અને એમઆઇએમ એક બેઠક જીતી શકે છે.

-પશ્ચિમ બંગાળની કુલ 42 બેઠકોમાંથી ભાજપને 6, કોંગ્રેસને 1, લેફ્ટને એક તથા ટીએમસીને 34 બેઠક મળી શકે છે.

-મણિપુરમાં ભાજપને 2,  મેઘાલયમાં 2, મિઝોરમ અને નાગાલેન્ડમાં એક-એક, ઓડિસામાં 5, ત્રિપુરામાં 2, ચંડીગઢમાં એક, દાદર અને નગર હવેલીમાં એક, દિવ અને દમણમાં 1, લક્ષદ્રિપમાં 1 બેઠક મળી શકે છે.

-કોંગ્રેસને પુડુચેરીમાં એક, અંદમાન નિકોબારમાં એક બેઠક મળી શકે છે.

આમ કુલ મળીને એનડીએ (ભાજપ અને તેના સાથીપક્ષો)ને 202, એનડીએ (કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને 187 અને મમતા, માયાવતી અને અખિલેશના થર્ડ ફ્રંટને 154 બેઠક મળી શકે છે. એટલે કે થર્ડ ફ્રંટ કિંગમેકરની ભૂમિકામાં ભજવી શકે છે.

My Prediction:
NDA-202 UPA-187 Third Front-154#LokSabhaElections2019 pic.twitter.com/pzfGbqpkHQ

— Rajnish Ranjan (@rajnish_tv) May 19, 2019