મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે આગામી 23 માર્ચે મતદાન યોજાવાનું છે. જેમાં ગુજરાતની ગાંધીનગર બેઠક હાઇપ્રોફાઇલ બની છે કારણ કે આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ છે તો સામે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડા છે. લાલકૃષ્ણ અડવાણીની પરંપરાગત બેઠક પર અમિત શાહને લડાવવામાં આવી રહ્યાં છે તેથી અમિત શાહ ઇચ્છે છે કે તેઓ અડવાણી કરતાં પણ વધુ લીડથી જીતે. જ્યારે બીજી તરફ કેટલાક પાટીદારો જીએમડીસી ગ્રાઉન્ડમાં થયેલા લાઠીચાર્જનો બદલો લેવા માટે અમિત શાહને મત નહીં આપવા અને સી.જે. ચાવડાને જીતાડવા પાટીદારોને સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરી રહ્યાં છે. સાથે જ એક વિશાળ સભાનું આયોજન કરવા જઇ રહ્યા છે. આ સભા અમદાવાદમાં ક્યાં કરવી તે ગુપ્ત રાખવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ મેસેજ નીચે પ્રમાણે છે.

પાટીદાર યુવાન મિત્રો,  

પાટીદાર સમાજ ના યુવાન મિત્રો ને દિલ થી આહવાન કરું છું કે મહેસાણા, વિસનગર, વિજાપુર, ઊંઝા, હિંમતનગર, માણસા, દહેગામ, પ્રાતીજ, વિરમગામ, બેચરાજી, કડી, પાટણ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, મોરબી, અમરેલી, ભાવનગર, જૂનાગઢ તથા ગુજરાત ના કોઈ પણ વિસ્તાર માં રહેતા હોય ત્યાં થી અલગ અલગ પોતાના ગ્રુપ બનાવી પોતાના સાધનો માં સ્વખર્ચ ગાંધીનગર લોકસભા ના મત વિસ્તાર જેવાકે નારણપુરા, વાડજ, ઘાટલોડિયા, થલતેજ, બોડકદેવ, વેજલપુર, વસ્ત્રાપુર, મેમનગર, ગુરુકુળ, સાયન્સ સિટી, ગોતા, બોપલ, ગુમા, ચાંદલોડિયા, શાયોના સિટી, રાણીપ, સાબરમતી, ન્યૂ રાણીપ, ગાંધીનગર, સાંણદ, કલોલ જેવા પાટીદાર વિસ્તારો માં પોત  પોતાના સગાઓ અને મિત્રો ના ઘરે સ્વખર્ચ રોકાશે, લગભગ 10000 પાટીદાર યુવાનો  25 ઑગસ્ટ 2017 ના રોજ પાટીદાર ઉપર થયેલા અત્યાચાર નો બદલો લેવા ઘર ઘર ફરી જનરલ ડાયર ને મત નહિ આપવા લોકશાહી ની પરંપરા મુજબ પ્રચાર કરશે 

 આ વિસ્તાર ની સોસાયટી ઓ માં પાટીદાર તથા અન્ય સમાજ ની ગ્રુપ મિટિંગ કરશે તથા સોશ્યિલ મીડિયા ના માધ્યમ થી પાટીદાર સમાજ પર થયેલા અત્યાચાર અને અપમાન નો બદલો જનરલ ડાયર ને મત ના આપવા નો પ્રચાર કરી લેશે 

દરેક પાટીદારોને આ વિસ્તાર માં રહેતા સગા સબંધી ને ફોન થી સંપર્ક કરી જનરલ ડાયર ને હરાવવા અને  ડો સી જે ચાવડા જેવા કાબેલ અને સક્ષમ  કોંગ્રેસ ઉમેદવાર ને પંજા ના નિશાન ઉપર મત આપી અપાવી વિજય બનાવશો 

ખાસ આહવાન કરીયે છીએકે પાટીદારો ના અપમાન અને અત્યાચાર નો સમય યાદ કરી બદલો લેવાનું ડર્યા વગર રખે ચુંકતા.