મેરાન્યૂઝ નેટવર્ક.વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી ૨૦૧૪માં જંગી મતોથી જીતી ગયા હતા અને દેશનું સુકાન સંભાળ્યું હતું. આજે ફરી તેઓ વારાણસીમાં જંગી રેલી કાઢી આવતીકાલે આ જ બેઠક પરથી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. અગાઉ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ ગુજરાતની વડોદરા બેઠક પરથી પણ ફોર્મ ભર્યું હતું. જોકે આ વખતે નરેન્દ્ર મોદી માત્ર એક જ બેઠક પરથી નામાંકન ફોર્મ ભરવાના છે.

અહીં નરેન્દ્ર મોદીના રોડ શોનો વીડિયો આપ સમક્ષ દર્શાવાયો છે જે આજે ગુરુવારે યોજવામાં આવ્યો છે, આવતીકાલે નરેન્દ્ર મોદી આ બેઠક પરથી ફોર્મ ભરવા જશે. જેની તડામાર તૈયારીઓ પણ લગભગ આટોપી દેવામાં આવી છે.

વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું અહીં નથી આવ્યોસ મને માઁ ગંગાએ બોલાવ્યો છે. આજે નરેન્દ્ર મોદીનો રોડ શો કેવો રહેશે તે ઉપર તમામની નજર છે. આ વીડિયો અહીં દર્શાવવામાં આવ્યો છે. જુઓ વીડિયો...