મેરાન્યૂઝ નેવટર્ક.બુલંદશહેરઃ બુલંદશહેરના શિકારપુર સ્થિત અબ્દુલ્લાપુર હુલાસન ગામના નિવાસી 25 વર્ષિય પવન કુમારએ બસપાને વોટ આપવો હતો, પણ ભુલથી તેણે બીજેપીને વોટ આપી દીધો હતો. જોકે આ ભુલની તેણે પોતાની જાતને જ સજા આપી દીધી અને ચોંકી જવાય તેવું કર્યું છે.

શિકારપુર વિસ્તારમાં એક મતદારે ગુરુવારે લોકસભા ચૂંટણીના બીજા ચરણ દરમિયાન મતદાન કર્યું હતું. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, તેને બસપાને વોટ કરવો હતો, પણ ભુલથી ભાજપને વોટ આપી દીધો હતો. તેને તેની ભુલ પર એટલો પછતાવો થયો કે તેણે પોતાની જે આંગળીથી મતદાન કર્યું હતું તે આંગળી જ કાપી નાખી.

બુલંદશહેરના શિકારપુરના અબ્દુલ્લાપુર હુલાસન ગામમાં રહેતા 25 વર્ષીય પવન કુમાર સપા-બસપા-રલૌદ ગઠબંધનના ઉમેદવાર યોગેશ વર્માને વોટ આપવા ગયા હતા. પરંતુ ભુલથી ભાજપના ઉમેદવાર ભોલા સિંહને વોટ આપી દીધો હતો. પવન પોતાની ભુલથી એટલો દુઃખી થયો કે તેણે પોતાની આંગળી જ કાપી નાખી.

આવું કર્યા બાદ તેણે સોશ્યલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેણે આ પાછળનું કારણ જણાવ્યું હતું  અને કહ્યું હતું કે, પોતાની ભુલ પર પશ્યાતાપ કરવા માટે મેં આંગળી કાપી નાખી છે.