મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં દેશભરમાં ભાજપનો ભગવો રંગ લહેરાઇ ગયો છે. બીજી તરફ કોંગ્રેસના સૂપડાં સાફ થઇ ગયા છે. ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને હરિયાણામાં કોંગ્રેસને એક પણ બેઠક પર જીત હાંસલ થઇ નથી.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની કોંગ્રેસની પરંપરાગત બેઠક અમેઠી પર પણ ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાની સામે પોતાનો પરાજય સ્વીકાર કર્યો છે. રાહુલ ગાંધીએ જીત માટે વડાપ્રધાન મોદી અને સ્મૃતિ ઇરાનીને શુભેચ્છા પાઠવી છે અને કહ્યું છે કે પ્રેમ ક્યારેય હારતો નથી.