મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: લોકસભા ચૂંટણી 2019ના પરિણામ આજે જાહેર થયા છે. જેમાં દેશમાં ફરી એક વખત મોદી સરકાર બની રહી છે. ગુજરાતમાં પણ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીના પરિણામની જેમ આ વખતે પણ તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી છે. 

- અમદાવાદ - પૂર્વ બેઠક પરથી ભાજપના પટેલ હસમુખભાઇ સોમાભાઇની જીત. જ્યારે કોંગ્રેસના ગીતાબેન પટેલનો પરાજય થયો છે.

- અમદાવાદ - પશ્ચિમ બેઠક પરથી ભાજપના ડૉ. કિરિટ સોલંકીની જીત. જ્યારે કોંગ્રેસના રાજુ પરમારનો પરાજય થયો છે.

- અમરેલી બેઠક પરથી ભાજપના નારણભાઇ કાછડિયાની જીત. જ્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીનો પરાજય થયો છે.

- આણંદ બેઠક પરથી ભાજપના મિતેશ પટેલની જીત. જ્યારે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીનો પરાજય થયો છે.

- બનાસકાંઠા બેઠક પરથી ભાજપના પરબતભાઇ પટેલની જીત. જ્યારે કોંગ્રેસના પરથીભાઇ ભટોળનો પરાજય થયો છે.

- બારડોલી બેઠક પરથી ભાજપના પ્રભુભાઇ વસાવાની જીત. જ્યારે કોંગ્રેસના ડૉ. તુષારભાઇ ચૌધરીનો પરાજય થયો છે.

- ભરુચ બેઠક પરથી ભાજપના મનસુખભાઇ વસાવાની જીત. જ્યારે કોંગ્રેસના શેરખાન પઠાણ અને બીટીપીના ઉમેદવાર છોટુભાઇ વસાવાનો પરાજય થયો છે.

- ભાવનગર બેઠક પરથી ભાજપના ડૉ. ભારતીબેન શિયાળની જીત. જ્યારે કોંગ્રેસના પટેલ મનહરભાઇનો પરાજય થયો છે.

- છોટાઉદેપુર બેઠક પરથી ગીતાબેન રાઠવાની જીત. જ્યારે કોંગ્રેસના રણજીતસિંહ રાઠવાનો પરાજય થયો છે.

- દાહોદ બેઠક પરથી ભાજપના જસવંતસિંહ ભાભોરની જીત. જ્યારે કોંગ્રેસના બાબુભાઇ કટારાનો પરાજય થયો છે.

- ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રેકોર્ડ મતથી જીત. જ્યારે કોંગ્રેસના ડૉ. સી.જે. ચાવડાનો પરાજય થયો છે.

- જામનગર બેઠક પરથી ભાજપના પૂનમ માડમની જીત. જ્યારે કનોડિયા મુળુભાઇનો પરાજય થયો છે.

- જૂનાગઢ બેઠક પરથી ભાજપના રાજેશ ચુડાસમાની જીત. જ્યારે પુંજાભાઇ વંશનો પરાજય થયો છે.

- કચ્છ બેઠક પરથી ભાજપના વિનોદ ચાવડાની જીત. જ્યારે કોંગ્રેસના નરેશ મહેશ્વરીનો પરાજય થયો છે.

- ખેડા બેઠક પર ભાજપના દેવુસિંહ ચૌહાણની જીત. જ્યારે કોંગ્રેસના બિમલ શાહનો પરાજય થયો છે.

- મહેસાણા બેઠક ભાજપના શારદાબેન પટેલની જીત. જ્યારે કોંગ્રેસના એ.જે. પટેલનો પરાજય થયો છે.

- નવસારી બેઠકના ભાજપના સી.આર. પાટીલની જીત. જ્યારે કોંગ્રેસના ધર્મેશભાઇ પટેલનો પરાજય થયો છે.

- પંચમહાલ બેઠક પર ભાજપના રતનસિંહ રાઠોડની જીત. જ્યારે કોંગ્રેસના વી.કે. ખાંટનો પરાજય થયો છે.

- પાટણ બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભીની જીત. જ્યારે કોંગ્રેસના જગદીશ ઠાકોરનો પરાજય થયો છે.

- પોરબંદર બેઠક પર ભાજપના રમેશભાઇ ધડુકની જીત. જ્યારે કોંગ્રેસના લલિત વસોયાનો પરાજય થયો છે.

- રાજકોટ બેઠક પર ભાજપના મોહંન કુંડારીયાની જીત. જ્યારે કોંગ્રેસના લલિત કગથરાનો પરાજય થયો છે.

- સાબરકાંઠા બેઠક પર ભાજપના દીપસિંહ રાઠોડની જીત. જ્યારે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોરનો પરાજય થયો છે.

- સુરત બેઠક પર ભાજપના દર્શનાબેન જરદોશની જીત. જ્યારે કોંગ્રેસના અશોક અધેવાડાનો પરાજય થયો છે.

- સુરેન્દ્રનગર બેઠક પરથી ભાજપના ડૉ. મહેન્દ્ર મુંજપરાની જીત. જ્યારે સોમાભાઇ ગાંડાભાઇ પટેલનો પરાજય થયો છે.

- વડોદરા બેઠક પર ભાજપના રંજનબેન ભટ્ટની જીત. જ્યારે કોંગ્રેસના પ્રશાંતભાઇ પટેલનો પરાજય થયો છે.

- વલસાડ બેઠક પરથી ભાજપના ડૉ. કે.સી. પટેલની જીત. જ્યારે કોંગ્રેસના જીતુભાઇ ચૌધરીનો પરાજય થયો છે.