મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ગત વર્ષે આ મહામારીનો પ્રવેશ ભારતમાં થયો તે પછી લાંબા સમયનું લોકડાઉન પણ આવ્યું જોકે હજુ કોરોનાની સ્થિતિ વધુને વધુ આક્રમક બનતી જાય છે. જે દરમિયાનમાં લોકડાઉન થશે તેવા ભયથી પરપ્રાંતિય શ્રમીકોએ ગુજરાત છોડવાનું ધીમે ધીમે શરૂ કર્યું, કારણ કે ઘણા સ્થાનો પર સ્વયંભૂ, સ્વૈચ્છીકને નામે અથવા કોર્પોરેશનના પત્રથી અમુક ધંધાઓ પર લોકડાઉન થવા લાગ્યું. લોકો ગભરાય નહીં અને ગુજરાતમાં ધંધા રોજગાર પણ એટલા જ ચાલુ રહે તે માટે લોકોમાં વિશ્વાસ ઊભો કરવા ગુજરાતના મુખ્યમંત્રીએ આજે એક મહત્વની વાત કરી છે. તેમણે કહ્યું કે, આપણે ગુજરાતમાં લોકડાઉન કરવાના નથી, કારણ કે લોકડાઉનની અત્યારે કોઈ જ જરૂર નથી, ન તો લોકડાઉન કોરોનાનું કોઈ સમાધાન છે.


 

 

 

 

 

તેમણે કહ્યું કે, સરકારે કોવિડ બેડ મોટી સંખ્યામાં વધાર્યા છે. હોસ્પિટલમાં બેડ મળે તે અમારી પ્રાથમિકતા છે. GMDC ગ્રાઉન્ડમાં હોસ્પિટલ શરૂ કરાશે. ગુજરાતી ન્યૂઝ ચેનલ્સના ઈન્ટરવ્યૂમાં પણ તેમણે કેટલીક બાબતો પર પ્રકાશ પાડ્યો હતો. આપણે ગુજરાતમાં લૉકડાઉન નથી કરવાના. કારણ કે લૉકડાઉનની અત્યારે કોઇ જરૂર છે ન તો લૉકડાઉન કોરોનાનું કોઇ સમાધાન છે. અમે રાત્રી કરફ્યૂ કર્યો એટલે 24 કલાકમાંથી 10 કલાક લૉકડાઉન જ છે. અમે શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ કરી, ઓફિસમાં 50 ટકા સ્ટાફ, જીમ, મોલ, થિયેટર બંધ છે. છેલ્લે જ્યારે લૉકડાઉન થયું હતું ત્યારે આખા દેશમાં થયું હતું. જાન છે તો જહાન છે. એટલે સંક્રમણ રોકવાના પ્રયાસ પણ સરકાર કરી રહી છે અને જે લોકો ગરીબ, મજૂરનું પણ ધ્યાન રાખીને અમે કામ કરી રહ્યા છે.

વેક્સિનેશનના પ્રશ્ન પર સીએમ રૂપાણીએ જવાબ આપ્યો કે, આપણે રોજના આશરે ત્રણ લાખ લોકોને રસી આપી રહ્યાં છે. જેમાં જનભાગીદારી પણ જોવા મળી છે. ઉપરાંત વિવિધ સમાજ, સંસ્થાઓ, સાધુસંતોની જેમ અનેક લોકો આગળ આવીને આમાં કામ કરે છે. આ સાથે તેમણે જણાવ્યું કે, હું તમારા માધ્યમથી પણ લોકોને કહીશ કે, આ કોરોનાની વેક્સિનના બે ડોઝ જરૂર લો અને સુરક્ષિત રહો. તો આ મહામારીમાંથી આપણે જલ્દી બહાર આવી જઇશું.

સરકારે કોવિડ બેડ મોટી સંખ્યામાં વધાર્યા છે. હોસ્પિટલમાં બેડ મળે તે અમારી પ્રાથમિકતા છે. GMDC ગ્રાઉન્ડમાં હોસ્પિટલ શરૂ કરાશે. રેમડેસીવીરની તાત્કાલિક જરૂરિયાત વધી છે. ગુજરાતને રોજના 20 હજાર ઈન્જેક્શન મળે છે. પ્રામથિકતા પ્રમાણે ઈન્જેક્શન અપાય છે. રેમડેસિવિર ઈન્જેક્શનના વિવાદો અંગે જવાબ આપતાં CM રૂપાણીએ કહ્યું કે, અમે યૂપીને ઈન્જેક્શન આપ્યા નથી. સીઆર પાટીલે સેવાની ભાવનાથી ઈન્જેક્શન આપ્યા છે. પાટીલે ઈન્જેક્શનની કાળાબજારી નથી કરી. પાટીલને સરકારના જથ્થામાંથી નથી અપાયા ઈન્જેક્શન. કાળાબજારીઓ સામે કડક કાર્યવાહી કરાશે તેવું સીએમ રૂપાણીએ જણાવ્યું હતું. તેમજ સીએમ રૂપાણીએ કહ્યું હતું કે, સંક્રમણ વધતા ગાંધીનગરની ચૂંટણી મોકૂફ રખાઈ છે.


 

 

 

 

 

વપરાશ મુજબ હોસ્પિ.માં ઓક્સિજન પહોંચાડ્યો છે. 1 હજાર મેટ્રિક ટન સુધી ગુજરાતની ક્ષમતા છે. અન્ય રાજ્યોમાં ઓક્સિજનની મોટી સમસ્યા છે. 20થી 30 એપ્રિલ વચ્ચે કેસ ઘટે તેવું અનુમાન છે તેમ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું. બોર્ડની પરીક્ષા અંગે રિવ્યુ બાદ અંતિમ નિર્ણય કરાશે. કોરોનામાં 98 ટકા દર્દી સાજા થઈને ઘરે જાય છે. સરકારે વેક્સીનેશન પર પણ ભાર આપ્યો છે. આંકડાઓની કોઈ વિસંગતતા નથી થતી.

ICMRની ગાઈડલાઈન મુજબ ગણતરી થાય છે. ડેથ ઓડિટ મુજબ મૃત્યુના આંકડા બહાર પાડીએ છીએ. અગાઉનું લોકડાઉન કેન્દ્ર સરકારે લગાવ્યું હતું. વેપાર – ધંધાની ચિંતાથી લોકડાઉન નથી લગાવ્યું. લોકડાઉનથી કેસ ઘટી જાય તેવું નિશ્ચિત નથી. ગુજરાતમાં આવવા માટે ટેસ્ટ ફરજિયાત છે તેમ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું.

સીએમ રૂપાણીએ કોરોનાની સ્થિતિને લઈને જણાવ્યું હતું કે, કોરોના હારશે ગુજરાત જીતશે. લોકોએ વધુ સતર્કતા રાખવાની જરૂર છે. કોવિડ ગાઈડલાઈનનું પાલન ખૂબ જરૂરી છે. જરૂરિયાત પડતા શૈક્ષણિક કાર્ય બંધ કર્યું છે. રાજ્ય સરકારે ટેસ્ટિંગ વધાર્યું છે. ગુજરાતમાં રોજના દોઢ લાખ ટેસ્ટ થાય છે. 20 લાખ ટેસ્ટિંગ કીટનો ઓર્ડર આપ્યો છે.