મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ લોકડાઉનને લઈને એક મોટી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. આ વખતે લોકડાઉન ફરી ત્રીજી વાર વધ્યું તો છે જ પરંતુ નવીન બાબત એ છે કે આ વખતે વડાપ્રધાન મોદીએ આ લોકડાઉન વધારાની લાઈવ થઈને જાહેરાત કરી નથી પરંતુ આ અંગે કેન્દ્રીય ગૃહખાતા દ્વારા પ્રેસ રિલીઝ કરીને જાહેરાત કરવામાં આવી છે.

લોકડાઉન આ વખતે બે અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું છે. આમ જોવા જઈએ તો 4 મે 2020એ લોકડાઉન પૂર્ણ થવાનું હતું જે હવે નહીં થાય. હવે તેને બે અઠવાડિયા લંબાવી દેવામાં આવ્યું છે. 4 મેથી બીજા બે અઠવાડિયા સુધી લોકડાઉન રહેશે. આ સમય દરમિયાન ઓરેન્જ ઝોનમાં ટેક્સી અને કેબની સેવાને પરવાનગી અપાશે પરંતુ ડ્રાઈવર સાથે એક જ યાત્રી સફર કરશે. દેશમાં રેલ, એર, મેટ્રો સેવા અને એક રાજ્યથી બીજા રાજ્ય સુધીનું આવનજાવન બંધ રહેશે. સ્કૂલ કોલેજ અને એજ્યૂકેશનના તમામ ઈન્સ્ટીટ્યૂટ બંધ રહેશે. રેડ ઝોનમાં તો બીજા ઘણા પ્રતિબંધ હશે. સાઈકલ રિક્ષા, ઓટો રિક્ષા, ટેક્સી, કેબની સેવા બંધ, અંહીં તો એક જીલ્લાથી બીજા જિલ્લાની બસ સેવા પણ બંધ, સ્પા, સલૂન અને નાઈની દુકાનો બંધ.