મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ જીલ્લા આખામાં ભારે ચકચાર મચી છે કારણ પહેલા ખાનગી ડ્રોન કેમેરાથી ટંકારા પોલીસે પેટ્રોલીંગ ત્યારબાદ બાઈક પર કર્યુ પેટ્રોલીંગ અને આજે સાયકલ પર નગરમાં ફરી લોકડાઉનનું ચેકીંગ કરાઈ રહ્યું છે.

સેવા સુરક્ષા અને શાન્તિ માટે સાયકલ પર સવાર થયા PSI લોક ડાઉનનું ઉલધન કરનારના ફોટો પાડી ગુના નોંધ્યા છે. ટંકારામાં લોકડાઉનને પગલે ગાડી જોઈને સંતાઈ જતા અને પછી ફરી ઓટલા પરીસદ કરતાના પગ સુધી સાયકલ સવાર ફોજદાર પહોંચી ગયા છે.

ટંકારા મહીલા ફોજદાર એલ બી બગડાની બાઇક પેટ્રોલિંગ બાદ સાયકલ પર લટાર લગાવી છે. કોઈ પણને જાણ વગર સાયકલ લઈને ફરતા પીએસઆઈને તેમના જવાનો પણ ન ઓળખી શક્યા ન હતા.

ચેક પોસ્ટ ચકાસી ફરજ પર રહેલાને જરૂરી સૂચના અને સબાશી પણ આપી અનોખી રીતે પેટ્રોલીંગથી પંથક આખામાં ચર્ચા જાગી છે. ગુજરાત પોલીસ આ રીતે નિકળી ગુનો નોંધશે તેવું સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું. ટોળે ટોળા વળેલા સાથે સંવાદ કર્યો અને લોક ડાઉન વિશે કરી વાત કેમ સમજતા નથી અને પરેશાનીના સવાલ પણ પુછ્યા. જે અંગેનો વીડિયો વાયરલ થયો છે જેને પગલે લોક ડાઉનનું પાલન કરનારા નગરજનોએ શુભેચ્છાનો ધોધ કર્યો છે.