મિલન ઠક્કર (મેરાન્યૂઝ.અમદાવાદ): મંગળવારે વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેનું આપણે સૌ પાલન કરી રહ્યાં છીએ. આ લોકડાઉન શબ્દ આપણામાંથી ઘણાં લોકોએ સાંભળ્યો હશે પરંતુ આજની 4g અને સોશિયલમીડિયાની પેઢીને કદાચ આ શબ્દ નવો લાગશે પરંતુ આ શબ્દ કોઈ નવો નથી. તો ચાલો જાણીએ આ શબ્દની ઉત્પત્તિ, ઉપયોગ, ઇતિહાસ, આ શબ્દ સાથે જોડાયેલી મહત્ત્વની ઐતિહાસિક અને રસપ્રદ ઘટનાઓ વિશે.

લોકડાઉન શબ્દની ઉત્પત્તિ

લોકડાઉન શબ્દમાં ‘લોક’ જુના અંગ્રેજીમાંથી લેવામાં આવ્યો છે. જે ‘બાંધવાના’ સાધનનો ઉલ્લેખ કરે છે, અને મધ્ય અંગ્રેજીમાંથી ‘ડાઉન’. લોકડાઉનનો ઉપયોગ 19 મી સદીના અંતથી કરવામાં આવી રહ્યો છે, અને તે એક ક્રિયાપદના ઘટકમાંથી રચાયેલી સંજ્ઞાનું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ છે ‘શટડાઉન’.

લોકડાઉન એટલે શું?

  1. લોકડાઉન એટલે એવી સ્થિતિ કે જેમાં કોઈ ઇમરજન્સી અથવા કોઈ ગંભીર સમસ્યાના કારણે લોકોને મકાન અથવા મર્યાદિત કે ચોક્કસ ક્ષેત્રમાં મુક્તપણે પ્રવેશવા અથવા ફરવાની મંજૂરી નથી.

        (2) લોકડાઉન એ ઇમર્જન્સી પ્રોટોકોલ છે જે સામાન્ય રીતે લોકોને ચોક્કસ વિસ્તાર છોડતા અટકાવે છે. પ્રોટોકોલ સામાન્ય રીતે ફક્ત કોઈ સત્તાધિકારની સ્થિતિમાં જ લાગુ કરી શકાય.

        (3) સંપૂર્ણ લોકડાઉનનો સામાન્ય અર્થ એ થાય છે કે લોકોએ જ્યાં છે ત્યાં જ રહેવું જોઈએ અને મકાનની અંદર અથવા ઓરડાઓમાંથી બહાર ન નીકળવું જોઈએ અથવા મકાનની અંદરના જે રૂમો છે તેમાં જ રહેવું જોઈએ.

        (4) આ શબ્દ સુરક્ષાના પગલાનો સંદર્ભ આપે છે જેના પરિણામે લોકોને કટોકટીની સ્થિતિમાં મકાન છોડવા અથવા પ્રવેશતા અટકાવવામાં આવે છે. કેદની આ પદ્ધતિનો ઉપયોગ અવ્યવસ્થા પછી કરવામાં આવે છે જે ઘટનાની આસપાસના વ્યક્તિઓને નુકસાન અથવા નુકસાનની સંભાવનાને ઘટાડે છે.

લોકડાઉનના મુખ્ય બે પ્રકાર છે

(1)    Preventive lockdown (નિવારક લોકડાઉન)

નિવારક લોકડાઉન એ લોકો અથવા નાગરિકોની સલામતી જાળવવા અને કોઈપણ ભયને દૂર કરવા માટે અથવા કોઈ સમસ્યા અને જોખમથી લોકોને બચાવવા માટે અગમચેતી રૂપે કરેલું લોકડાઉન નિવારક લોકડાઉન કહેવાય. જોખમ ઘટાડવા માટે નિવારક લકડાઉન અત્યંત ઉપયોગી છે. કારણ કે તેમાં પરિસ્થિતિની ગંભીરતા સમજવાનો, અભ્યાસ કરવાનો અને તેના ઉકેલ શોધવાનો યોગ્ય સમય સરકાર અથવા સંસ્થાને મળી રહે છે. આ પ્રકારનાં લોકડાઉનમાં સામાન્ય રીતે લોકો અથવા નાગરિકો પોતાની જાતે પોતાને લોકડાઉન કરતાં હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસ માટે આ પ્રકારનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.   

(2)    Emergency lockdown (ઇમરજન્સી લોકડાઉન/કટોકટી)

જ્યાં પરિસ્થિતિ સાવ વકરી રહી હોય અને ઘણી મોટી સંખ્યામાં જાનહાનિ થઈ શકે એમ હોય તથા નિષ્ણાતો દ્વારા હથિયારો હેઠાં મૂકી દેવામાં આવ્યા હોય અને આશાનું એક પણ કિરણ દેખાતું ના હોય ત્યારે ઇમર્જન્સી લોકડાઉનનો અતિગંભીર નિર્ણય લેવામાં આવે છે. ટૂંકમાં કરો યા મરો જેવી પરિસ્થિતિમાં આ નિર્ણય એ એક માત્ર હથિયાર હોય છે. જે સંસ્થાઓ ઇમર્જન્સી લોકડાઉન માટેની યોજના બનાવે છે તે અન્ય પરિસ્થિતિઓ માટે પ્લાનિંગ કરવામાં નિષ્ફળ જાય છે જે ખતરનાક સ્તરોમાં ઝડપથી બદલાઇ શકે છે. આ પ્રોટોકોલ્સ ધમકીના પ્રકાર પર આધારિત હોવા જોઈએ, અને ઝડપી શિક્ષણ અને અમલ માટે સરળ અને ટૂંકા હોવા જોઈએ. આ પ્રકારનાં લોકડાઉનમાં સામાન્ય રીતે લોકો અથવા નાગરિકોને શાસક અથવા સંચાલક ફરજિયાત પણે અથવા સત્તાનો ઉપયોગ કરીને લોકડાઉન કરતાં હોય છે.

ભૂતકાળના મહત્ત્વના લોકડાઉન

11 સપ્ટેમ્બર (2001)ના હુમલાના પગલે, અમેરિકન નાગરિક હવાઇ ક્ષેત્રને ત્રણ દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યું હતું.

ડિસેમ્બર 2005 માં “ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ દળ” (NSW Police Force) દ્વારા રેસ રાયોટિંગ (પ્રતિક્રિયાત્મક હડતાલ) સમાવવા માટે ન્યુ સાઉથ વેલ્સના સુથરલેન્ડ શાયર (Sutherland Shire) અને બીચના અન્ય વિસ્તારોમાં લોકડાઉન કરાયું હતું. ન્યુ સાઉથ વેલ્સ લેબર સરકારે સંસદની કટોકટીની બેઠકમાં, એનએસડબલ્યુ પોલીસ દળને ન્યૂ સાઉથ વેલ્સના ચોક્કસ વિસ્તારો અને રસ્તાઓને લોકડાઉન કરવાની વધારાની સત્તાઓ આપવા કાયદામાં સુધારો કર્યો હતો. જે 2005ના ક્રોનુલ્લા રમખાણો સમયે કામ કરવા માટે રજૂ કરાયેલો સુધારો (જાહેર સલામતી) અધિનિયમ 2005 (એનએસડબલ્યુ) હતો. જાહેર સલામતી અધિનિયમ 2005 (એનએસડબલ્યુ)એ કાયદાના ચાર અલગ અલગ ભાગમાં સુધારો કર્યો હતો.

લોકડાઉન શબ્દનો ઉપયોગ બીજે ક્યાં થાય છે?

જેલ

દિવસ દરમ્યાન બંદીવાનોમાંથી કામદારો સિવાયના બધા બંદીવાનોને તેઓની બેરેકમાં અથવા યાર્ડમાં રાખવામાં આવે છે. તેઓ ચોક્કસ ક્ષેત્રની બહાર નીકળી શકતા નથી તે પણ લોકડાઉનનો એક પ્રકાર છે.

હોસ્પિટલ

લોકડાઉન હોસ્પિટલમાં પ્રવેશ અને બહાર નીકળવું બંને અટકાવવાના પ્રસંગોમાં શામેલ હોઈ શકે છે. જેના કારણોમાં વીજળી જવી, ભૂકંપ, પૂર, આગ, બોમ્બનો ખતરો, બાળકનું અપહરણ વગેરે હોઈ શકે છે.

ઉત્પાદન પ્રક્રિયા

ઉત્પાદન પ્રક્રિયામાં લોકડાઉન શબ્દ ઇવેન્ટ સુધારણાનો ઉલ્લેખ કરે છે જેમાં કોઈ ચોક્કસ ક્ષેત્રમાં ઉત્પાદન (ખાસ કરીને મશીનરીના ચોક્કસ ભાગ)ને સમાવિષ્ટ કરવા, અને નક્કી કરવા માટે, કયા મુદ્દાઓ છે જે ઉત્પાદનને અટકાવી રહ્યા છે તે અટકાવવામાં આવે છે. ગુણવત્તાની વિશિષ્ટતાઓને પહોંચી વળતાં ઉત્પાદન લોકડાઉન કરવામાં આવે છે.