મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ ઓછા અંતરની મુસાફરીનું ભાડું વધારી દીધું છે. ભાડું વધારવા પાછળનું તર્ક એ આપવામાં આવ્યું છે કે કોરોના મહામારીને પગલે સોશિયલ ડિસ્ટન્સિંગને લઈ લોકો ટ્રેનમાં ન ચઢે. ઉલ્લેખનીય છે કે આ સમયે ઓછા અંતર વાળી ટ્રેનોમાં મેલ એક્સપ્રેસ તરીકે ચલાવાઈ રહી છે. રેલવેનો આ ચર્ક છે કે અવોઈડ કરવા વાળી જર્નીને લોકો અવોઈડ કરે. એ જ કારણ છે કે ટ્રેનનું ભાડું મોંઘું કરાયું છે, પરંતુ નિર્ણયથી લોકલ યાત્રિકોના ખિસ્સા પર બેથી ત્રણ ગણો અસર પડશે, જાણો નવા અને જુના ભાવો વચ્ચેનો ફરક...

દિલ્હી સહારનપુર વાયા શામલીઃ 40 રૂપિયા હતા પહેલા હવે 70 રૂપિયા ચુકવવાના રહેશે. દિલ્હી કુરુક્ષેત્ર વાયા સબ્જી મંડીઃ પહેલા 35 રૂપિયા હતા હવે સીધા 70 રૂપિયા ચુકવવાના થશે. દિલ્હી બરેલી વાયા મુરાદાબાદઃ જેના પહેલા 55 રૂપિયા હતા હવે 95 રૂપિયા આપવાના રહેશે. પલવલ ગાજિયાબાદઃ જેનું ભાડું પહેલા 25 રૂપિયા હજું હવેથી 45 રુપિયા ભાડું વસુલવામાં આવશે. ગાજિયાબાદ શકૂરબસ્તી વાયા નિજામુદ્દીનઃ 20 રૂપિયાનું ભાડું હવે 40 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. ગાજિયાબાદ શકૂરબસ્તી વાયા દિલ્હી કિશનગંજઃ જેનું ભાડું પહેલા 10 રૂપિયા હજું હવે 30 રૂપિયા કરી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઓછા અંતરના સફર પર રેલવે તરફથી કરાયેલા આ વૃદ્ધિ પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે એક ટ્વીટમાં કહ્યું કે, કોરોના આપદા તમારી, અવસર સરકારનો... પેટ્રોલ, ડિઝલ, ગેસ, ટ્રેન ભાડું. મધ્યવર્ગને ખરાબ રીતે ફસાવ્યા. લૂંટએ તોડી જુમલાઓની માયા. રેલવેના એક ઉચ્ચ અધિકારીએ હાલમાં જ કહ્યું હતું કે કોરોના સંકડને ધ્યાનમાં રાખી ટ્રેનોના પરિચાલનમાં કપાત અને તેમાં ક્ષમતાથી ઓછા લોકોના સમફરને કારણે પશ્ચિમ રેલવેને વાર્ષિક 5000 કરોડ રૂપિયાની રાજસ્વનું નુકસાન આવી રહ્યું છે.