મેરાન્યૂઝ નેટવર્ક.અયોધ્યાઃ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ પર આજે એક ઐતિહાસિક કાર્યક્રમ છે. જે રામ મંદિર માટે વર્ષો સુધી આંદોલનો થયા. રામ પ્રત્યેની લોકોની ચાહનાને જ્યારે સુપ્રિમ કોર્ટે મહોર લગાવી હતી ત્યારથી જ રામ મંદિર ક્યારે બનશે તેવી ઉત્સુક્તા લોકોમાં જાગી હતી. આજે અયોધ્યા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરની પહેલી ઈંટ મુકાવા જઈ રહી છે, એટલે કે રામ મંદિરનું ભૂમિ પૂજન થશે. શિલાન્યાસનું 12ઃ15ઃ15નું મુહૂર્ત છે. ભાજપ પાર્ટીએ 10માંથી8 લોકસભા ચૂંટણીમાં અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો વાયદો કર્યો હતો અને સૌથી સારી વાત એ છે કે તેનું સૌથી પહેલું આમંત્રણ ઈકબાલ અંસારીને મોકલવામાં આવ્યું છે, જેઓ બાબરી મસ્જિદના પક્ષકાર રહ્યા હતા. 92 વર્ષ પહેલાં બાબરના કહેવાથી અયોધ્યામાં વિવાદિત માળખું બનાવવામાં આવ્યું હતું. 1885માં પહેલીવાર કોર્ટમાં આ વાત સ્વીકારવામાં આવી હતી. 2019માં સુપ્રીમ કોર્ટે રામલલ્લાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. અહીં અયોધ્યામાં તો આપ આવી શકો તેમ નથી પરંતુ અહીંનો માહોલ તમે જોઈને તમને રામની ભક્તિમાં રંગાઈ જવા માટે એક ક્ષણ જ પુરતી છે. લોકોનો ઉત્સાહ, રંગારંગ માહોલ, સ્વચ્છતા અને સૌથી મોટું રામનું નામ આપના હૃદયમાં વસી જશે. અહીં પળે પળની વિગતો અને વીડિયો લાઈવ જુઓ...