મેરાન્યૂઝ નેટવર્ક.ગોંડલઃ ગોંડલ ખાતે એક અકસ્માતનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કારમાંથી જ વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આ વીડિયો એટલો ભયાનક છે કે કોઈના પણ રૂંવાડા ઊભા થઈ જાય. આ લાઈવ વીડિયોમાં કારની જબરજસ્ત સ્પીડ અને બીજી બાજુ રસ્તા પર વળાંક લઈ રહેલા દંપત્તિ આગળ આવી ગયા જેને પગલે જે ધડાકાભેર અકસ્માત થયો તેમાં કારના અને બાઈકના કચ્ચરઘાણ વળી ગયા હતા.

હાલમાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ગોંડલના ગાંદળા રોડ પરનો હોવાનું કહેવાય છે. કાર ફૂલ સ્પીડ પર જઈ રહી છે ત્યારે જ આગળ બાઈક ચાલક ટર્ન લેવા જાય છે અને આ દરમિયાન અકસ્માત સર્જાય છે. આ ભયંકર અકસ્માત પછી કાર અને બાઈકની જે હાલત થઈ છે તે જોઈને પણ આપ અકસ્માતની ભયાનકતાનો અંદાજ લગાવી શકો છો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલાઓને હોસ્પિટલ ખસેડાયા છે.