મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: અડાલજ પોલીસે બાતમીના આધારે ગત રાત્રે આઇસર ટેમ્પોમાંથી રૂ. 6.66 લાખનાં વિદેશી દારુ સહિત 34.50  લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અડાલજના ઇન્ચાર્જ પીઆઇ એસ.બી. પઢેરિયા સહિતનો સ્ટાફ ગત રાત્રે પેટ્રોલીંગમાં હતો. ત્યારે હેડ કોન્સ્ટેબલ કેવલસિંહને બાતમી મળી હતી કે, આયસર ગાડી નંબર HR 46 C 7253  ગેરકાયદે ભારતીય બનાવટનો વિદેશી દારુ ભરી શેરથા ટોલ ટેક્ષ થઇ અમદાવાદ તરફ આવી રહી છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી જમીયતપુરા રેલવે બ્રિજ નજીકથી શંકાસ્પદ ટ્રક ઝડપી લીધી હતી. જેમાં તપાસ કરતા  મેડિસીન અને કોસ્મેટિકનાં બોક્ષની આડમાં છુપાવેલ 6.66 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 28 લાખ 82 હજારની કિંમતની મેડિસીન અને કોસ્મેટિક, 6.66 લાખનાં વિદેશી દારુ, 4 લાખની ગાડી મળી કુલ  34.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ મામલે ગાડીના ચાલક રાહિત જાટ (રહે. મિતાથલગામ, જી. ભીવાની, હરિયાણા)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.