મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ થર્ટી ફર્સ્ટની ઉજવણીને આડે હવે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂ પીને થિરકવાનું ચલણ વધી ગયું છે બુટલેગરો પણ થર્ટી ફર્સ્ટમાં દારૂની ડિમાન્ડને પહોંચી વળવા આગોતરૂ આયોજન કરી રહ્યા હોય તેમ રાજ્યમાં વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ ઠાલવવા સક્રીય થયા છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા આયશર ટ્રકમાં રસ્સીની આડમાં સંતાડીને ઘુસાડાતો ૧.૯૯ લાખના વિદેશી દારૂ સાથે ટ્રક ચાલક હરિયાણાના વિજયસીંઘ જાટને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના આગમન પછી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂની ખેપ મારતા બુટલેગરો પર શખ્ત કાર્યવાહીના આદેશના પગલે જીલ્લા પોલીસતંત્ર કાબુ મેળવવામાં મહદંશે સફળ રહ્યું છે શામળાજી પીએસઆઈ અનંત દેસાઈ અને તેમની ટીમે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે.નં-૮ પર રતનપુર ચેકપોસ્ટ પાસે અણસોલ ગામ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા આઇસર ટ્રકમાં રસ્સીની આડમાં સંતાડીને લઈ જવાતાં વિદેશી દારૂની બોટલ નંગ-૫૧૬ કીં.રૂ.૧૯૯૨૦૦/- નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક વિજયસીંઘ ઉમરાસીંઘ જાટ (રહે,નૌરાંગાબાદજાટા,હરિયાણા) ની ધરપકડ કરી ટ્રક,મોબાઈલ અને દારૂ મળી કુલ.રૂ.૯૯૯૭૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ ભરી આપનાર હરિયાણાના બુટલેગર સુભાષ જાટ અને ફરાર જાખખડ નામના બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી