મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં દારુબંધીને લઈને લાંબા સમયથી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતાના મુદ્દાઓ સામે મુક્તા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગાંધી સહિતના મહાન વ્યક્તિત્વના જન્મને લઈને હિંસા અને મહિલા સુરક્ષાને પગલે દારુબંધી કરાઈ હોવાની વાત સહુએ સાંભળી હશે. જોકે શંકરસિંહ વાઘેલાએ આ સંદર્ભે કેટલાક મુદ્દાઓનું ખંડન કરતાં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. જે અહીં વીડિયો સ્વરૂપે તેમણે રજુ કર્યા હતા. તેમણે ખાસ ટાંકતા કહ્યું કે દારુબંધી અને મહિલા સુરક્ષાને સંબંધ હોય તો આખા દેશમાં લાગુ કરો. જ્યાં છૂટ છે તેવું ગોવા પણ મહિલા સુરક્ષામાં નંબર વન પર છે અને ગુજરાત જ્યાં દારુ બંધી છે તે મહિલા સુરક્ષામાં 16મા નંબર પર છે.

બહેન દીકરીઓની સલામતીને લઈને દારૂબંધીની વાત થાય છે. શું બહેન દીકરીઓ દિલ્હીમાં નથી, ગોવામાં નથી, કર્ણાટકમાં નથી. ગોવા તો મહિલા સુરક્ષામાં નંબર વન છે. હું આવકને કારણે નથી કહી રહ્યો, આવક તો તેની સાથે બાય પ્રોડક્ટ છે અને તે તમે સીધે સીધી જવા દો છો. આ શરાબની લતને કન્ટ્રોલ કરી શકાય એક સમયે પણ ડ્રગ્સની લતને કંટ્રોલ કરી શકાતી નથી. યુવા વર્ગ ઉપરથી ડ્રગ્સને રસ્તે ચાલી રહ્યું છે.