જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી): અરવલ્લી એલસીબી પોલીસે ૬ મહીના અગાઉ ગાજણ નજીકથી ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લીધા પછી કાયદેસરની કાર્યવાહી કરતા પહેલા ટ્રકમાંથી દારૂનું કટીંગ કરી ૭ પેટી દારૂ એલસીબી ઓફિસમાં જુદા-જુદા સ્થળે સંતાડી દીધો હતો. એલસીબી પોલીસમાં ફરજ બજાવતા ઇમરાન ખોખર અને પ્રમોદ પંડ્યા નામના પોલીસ કર્મીઓ એસેન્ટ કારમાં ૧૦ પેટી વિદેશી દારૂ ભરી વહીવટદાર શાહરુખના પાયલોટીંગ સાથે દારૂન  વેપલો કરવા નીકળ્યા હતા. કાર પલ્ટી જતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું જે જાણી પોલીસવડા સંજય ખરાત સમસમી ઉઠ્યા હતા અને ટાઉન પોલીસને એલસીબી પીઆઈ આર. કે. પરમાર અને ત્રણ પોલીસકર્મીઓ સામે ગુનો નોંધી ત્રણ કોન્સટેબલને સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે હવે આર કે પરમાર આજે ડીવાયએસપી કચેરીએ હાજર થઈ ગયા હતા. પોલીસે તેમને જજના બંગલે રિમાન્ડ માટે રજુ કરતાં આજે રવિવારે જજે પરમારના 2 દિવસના રિમાન્ડ પોલીસને આપ્યા હતા.

આ કેસમાં રેંજ આઈજી અભય ચુડાસમાએ સીટની રચના કરી સમગ્ર કેસની તપાસ સાબરકાંઠા ડીવાયએસપીને સોંપી હતી. ઠેર ઠેર છાપા મારી પછી પણ પીઆઇ પરમાર પકડથી દૂર રહ્યા હતા ત્યારે પોલીસતંત્રની કામગીરી સામે સવાલ પેદા થયા હતા શનિવારે ખુદ સસ્પેન્ડ અરવલ્લી પીઆઈ આર કે પરમારે હિંમતનગર ડીવાયએસપી કચેરીમાં સરેન્ડર કર્યું હોવાની માહીતી પ્રાપ્ત થઇ હતી. હિંમતનગર ડીવાયએસપી કચેરીએ હાજર થયેલા સસ્પેન્ડેડ પીઆઈ આર કે પરમારને ડીવાયએસપી સૂર્યવંશી અને તેમની ટીમ રવિવારે મોડાસાના માલપુર રોડ પર આવેલા ન્યાયાધીશના બંગલે રજુ કર્યો હતો અને રિમાન્ડ મેળવવા તજવીજ હાથધરી હતી. 

Advertisement


 

 

 

 

 

કઈ રીતે થયો હતો પર્દાફાશ...

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ અને પોલીસકર્મીઓની દારૂ અંગે માથરવટી મેલી છે, ગાંધીના ગુજરાતમાં દારૂના ધંધામાં રહેલા અઢળક નફાને પગલે અને દારૂબંધીની કડક અમલવારી કરાવવાને બદલે જાતે જ દારૂની ખેપમાં જોતરાઈ જતા હોવાથી ખાખીને દાગ લગાડી બદનામ કરી રહ્યા છે. અરવલ્લી જીલ્લા પોલીસ તંત્રમાં છેલ્લા ૨૪ કલાકમાં સર્જાયેલ દારૂકાંડના પગલે  જીલ્લા પોલીસતંત્રમાં ખળભળાટ મચ્યો છે. અરવલ્લી એલસીબી પોલીસે ગાજણ નજીક એંટીકુટી બ્રાન્ડનો દારૂ ભરેલ આયશર ટ્રક પકડ્યા બાદ એલસીબીમાં ફરજ બજાવતા બે કોન્સટેબલ કારમાં દારૂ ભરી વેપલો કરવા નીકળ્યા હતા. કાર પલ્ટી જતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતા. સમગ્ર ઘટનાક્રમ પછી જાગૃત નાગરીકે એલસીબી કચેરીમાં પણ ટ્રકમાંથી દારૂનું કટીંગ કરી ઓફિસની અંદર સંતાડવામાં આવ્યો હોવાનો જીલ્લા પોલીસવડા સંજય ખરાતની રૂબરૂ મુલાકાત લઇ ખુલાસો કરી દેતા એસપી સમસમી ઉઠ્યા હતા. એલસીબી કચેરીમાં પહોંચી તપાસ હાથધરી વાતમાં તથ્ય જણાતા તાબડતોડ ટાઉન પોલીસને એલસીબી ઓફિસની તપાસ કરવાના આદેશ આપતા ટાઉન પોલીસને એલસીબી ઓફિસની જુદી-જુદી રૂમોમાંથી મળી આવતા એસપીએ તાબડતોડ કડક કાર્યવાહીના આદેશ આપી એલસીબી પીઆઇ આર કે પરમાર સહીત ૩ કોન્સટેબલ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે એલસીબી પીઆઈ આર કે પરમાર અને દારૂને સગેવગે કરવામાં સંડોવાયેલ ત્રણ પોલીસકર્મીઓ  વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મોડાસા ટાઉન પોલીસે એલસીબી ઓફિસમાં રેડ કરતા અલગ-અલગ રૂમમાંથી વિદેશી દારૂ અને બીયર નંગ-૧૬૭ કિં. રૂ. ૩૬૭૪૦/- નો જથ્થો જપ્ત કરી એલસીબી પીઆઈ આર કે પરમાર,પોલીસ કોન્સટેબલ અતુલ ભરવાડ અને દારૂનો વેપલો કરવા કારમાં નીકળ્યા હતા. તેવા ઇમરાન ખોખર અને પ્રમોદ પંડ્યા સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં ગતરોજ ઇમરાન ખોખર અને પ્રમોદ પંડ્યાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. ત્રણે કોન્સટેબલને સસપેન્ડ કરી દીધાં હતા. એલસીબી પીઆઈ આર કે પરમાર સામે જીલ્લા પોલીસવડા સંજય ખરાતે કાયદેસરની કાર્યવાહીના આદેશની ગંધ આવી જતા રજા પર ઉતરી ગયા હતા. પોલીસ ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. દારૂની ખેપનો પર્દાફાશ થતા ઇમરાન ખોખર અને પ્રમોદ પંડ્યા સામે ૨૪ કલાકની અંદર જ બે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

Advertisement


 

 

 

 

 

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે સમગ્ર મામલે જણાવ્યું હતું કે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ પોલીસ અધિકારી હોય કે કર્મચારી તેમની સામે શખ્ત કાર્યવાહી કરવામાં આવશે અને ટ્રકમાંથી દારુ બારોબાર સગેવગે થવાના કિસ્સામાં તટસ્થ તપાસ કરી અન્ય કોઈ પણ પોલીસતંત્ર કે બહારના વ્યક્તિન સંડોવણી બહાર આવશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવશે. અરવલ્લી એલસીબી પોલીસમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીઓ એલસીબીના વહીવટદાર શાહરુખના પાયલોટીંગ સાથે ટ્રકમાંથી દારૂ ભરી બારોબારીયું કરવા જતા કાર પલ્ટી જતા થયેલ દારૂ કૌભાંડના મામલો બહાર આવતા લોકોમાં અરવલ્લી એલસીબી પોલીસે જ દારૂનો વેપલો શરૂ કર્યો હોવાની ચર્ચાતી ચર્ચા સાચી ઠરી હોય તેમ એલસીબી ઓફિસમાંથી ગેરકાયદેસર દારૂ મળી આવ્યો હતો. એલસીબી કર્મચારીઓ પછી દારૂ સગેવગે કરવામાં એલસીબી પીઆઈનું નામ પણ આવતા સમગ્ર રાજ્યના અરવલ્લી પોલીસતંત્રનું નાક વઢાઈ ગયું હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું હતું, પરંતુ બાદમાં પોલીસ સામે જ કાયદાકીય સકંજો કસાતા લોકોને પોલીસની કાર્યવાહીની પાર્દર્શિતાના દર્શન થયા હતા.