મેરાન્યૂઝ નેટવર્ક.તમિલનાડુઃ તમિલનાડુમાં દિવાળી દરમિયાન થટેલા દારુના વેચાણમાં તમામ રેકોર્ડ્સ તૂટી ગયા છે. તહેવાર દરમિયાન ત્રણ દિવસોમાં વેચેલા દારૂથી સરકારને રૂ. 455 કરોડની કમાણી થઈ છે. સરકારે આ સીજન દરમિયાન 385 કરોડ રૂપિયાના દારુનો લક્ષ્ય રાખ્યો હતો.

હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન દ્વારા સંચાલિત દારુની દુકાનોથી થયેલા વેચારણ દરમિયાન આ એક રેકોર્ડ બન્યો છે. જ્યારે 2018માં તેનું વેચાણ 325 કરોડ રૂપિયાનું હતું. સૂત્રો મુજબ 25 ઓક્ટોબરે 100 કરોડનો દારુ વેચાયો, 26 ઓક્ટોબરે 183 કરોડ અને 27 ઓક્ટોબરે 127 કરોડ રૂપિયાનો દારુ વેચાયો હતો.

કહેવાઈ રહ્યું છે કે પૂર્વ નિર્ધારિત વેચાણ લક્ષ્ય (ટાર્ગેટ) સુધી પહોંચવા માટે તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશનના સંચાલકોએ કર્મચારીઓને વિશેષ દિશાનિર્દેશ આપ્યા હતા. તેમણે સ્ટોકની ક્ષમતા વધારવા, દુકાનોને સમય પર ખોડવા સાથે સાથે કર્મચારીઓને ત્રણ દિવસ સુધીની રજા ન લેવાના નિર્દેશ આપ્યા હતા.

તમિલનાડુમાં ગત વર્ષે બજેટમાં અપાયેલી જાણકારી પ્રમાણે આઈએમએફએલનું વેચાણથી 26,000 કરોડ રૂપિયાનું રાજસ્વ મળ્યું હતું. જ્યારે વાસ્તવિક બિઝનેસ 31757 કરોડનો હતો.