મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ ગુજરાતમાં હાલ ભાજપ કોંગ્રેસ વચ્ચે દારુબંધીને લઈને રાજકારણ ગરમાયું છે. તેવા સંજોગોમાં હાલમાં જ રાજસ્થાનથી ગુજરાતમાં દારુનો જથ્થો ઘૂસાડાતો પકડાયો છે ત્યાં બીજી બાજુ છોટા ઉદેપુરમાં એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટર નશાની હાલતમાં મુસાફરોના હાથે પકડાયા છે.

આ એસટી ડ્રાઈવર જવાનું હતું વડોદરા અને મુસાફરોને લઈ ગયા રાજપીપળા, જેને લઈને મુસાફરોમાં આક્રોશ વ્યાપ્યો હતો. મુસાફરોએ આ ઘટના સંદર્ભે જ્યારે બસ ચાલક અને કંડક્ટરને સવાલો કર્યા ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિએ તેનો વીડિયો ઉતાર્યો હતો. જે વીડિયો અહીં રજુ કરાયો છે.