મેરાન્યૂઝ નેટવર્ક.કર્ણાટકઃ કર્ણાટકના અટલ બિહારી બાજપાયી ઝુર્લોજિકલ પાર્કમાં પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી જાય તેવી ઘટના બની હતી. સફારી રાઈડ વખતે જ એક સિંહ તેમની કાર પાછળ પડ્યો હતો. સિંહના એકાએક હુમલાને પગલે તેઓ ગભરાયા અને ત્યાંથી કાર ભગાવી દીધી હતી. જોકે બાદમાં સિંહ હવે પાછળ નહીં આવે તેવું વિચારી તેમણે કારને થોભાવી દીધી હતી. પરંતુ તેમ છતાં સિહં તો પાછળ આવી જ રહ્યો હતો. આખરે તેમણે કાર ભગાવી પોતાનો પીછો છોડાવ્યો હતો. આ ઘટના કારમાં બેસેલા એક વ્યક્તિએ પોતાના કેમેરામાં કંડારી લીધી હતી જે વીડિયો અહીં રજુ કરાયો છે.