મેરાન્યૂઝ નેટવર્ક.વૉશિંગટનઃ દેશ દુનીયામાં નેતાઓની જૂઠું બોલવાની આદત, ફાંકા ફોજદારીને કારણે લોકો તેમની વાકપટુતામાં આવી પોતાના સારા ભાવીના સપના જોવા લાગતા હોય છે. જોકે અમેરિકામાં સ્થિતિ કાંઈક અલગ જોવા મળી છે. અમેરિકી ટીવી ચેનલ્સ દ્વારા ગુરુવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું લાઈવ કવરેજ અચાનક બંધ કરી દેવામાં આવ્યું હતું. ટીવી ચેનલ્સનો આરોપ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચૂંટણીઓમાં થઈ રહેલી હારને જોઈને ઘણા ઉપજાવી કાઢેલા આરોપો લગાવી રહ્યા હતા અને ચેનલ્સ દ્વારા ખોટી સૂચનાઓ આપી રહ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી સંપન્ન થયા બાદ આ ડોનાલ્ડ ટ્રમ્પનું આ પહેલું જાહેર સંબોધન હતું.

17 મિનિટના પોતાના સંબોધનમાં ટ્રમ્પે ઘણા નિરાધાર દાવાઓ અને ઉશ્કેરણીજનક વાતો કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ડેમોક્રેટ્સ "ગેરકાયદેસર મતો" નો ઉપયોગ કરીને "અમારી પાસેથી ચૂંટણી ચોરી" કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમના હરીફ અને ડેમોક્રેટના ઉમેદવાર જો બાયડેન ચૂંટણીના મેદાનમાં જીત માટે દોડધામ કરી રહ્યા છે.

MSNBC ટીવી ચેનલના એન્કર બ્રેન વિલિયમ્સે લાઇવ કવરેજ દરમિયાન દખલ કરતાં કહ્યું, "સારું, અહીં અમે યુએસ પ્રમુખના લાઇવ ટેલિકાસ્ટને જ વિક્ષેપિત કરી રહ્યા છીએ, પણ તેમને સુધારી રહ્યા છીએ." આ પછી, નેટવર્ક તરત જ રાષ્ટ્રપતિનો લાઇવ પ્રોગ્રામ બંધ કરી દીધો.

આ ચેનલ સિવાય NBC અને ABC ન્યૂઝે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો લાઇવ પ્રોગ્રામ પણ બંધ કર્યો હતો. CNNના જેક ટેપરે કહ્યું, "યુનાઇટેડ સ્ટેટ્સના લોકો માટે તે દુ;ખની રાત હતી, જ્યારે લોકોએ રાષ્ટ્રપતિને ચૂંટણી ચોરી કરવાનો ખોટો આરોપ લગાવતા જોયા." તેમણે કહ્યું, "રાષ્ટ્રપતિએ જુઠ્ઠું બોલ્યા પછી ચૂંટણીની ચોરી વિશે કહ્યું" કોઈ પુરાવા વિના "ફક્ત હસતાં હસતાં", જે અફસોસકારક છે.