રાહુલ પટેલ (મેરાન્યૂઝ.નર્મદા): સરદાર સરોવર ડેમની સપાટીમાં 11 કલાકમાં 50 સે.મી. નો વધારો થવા પામ્યો છે.ઉપરવાસમાં ઈન્દિરાસાગર ડેમમાંથી મોટી માત્રામાં પાણી આવી રહ્યું હોય પરિણામે સપાટી વધી રહી છે.હાલ સપાટી 137.93મીટરે પહોંચી છે.

ડેમમાં હાલ પાણીની આવક 7,00,000 ક્યુસેક નોંધાઇ છે તો તેની સામે 23 દરવાજા 4.1 મીટર ખોલીને 7,00,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યું છે. નોંધનીય છે કે,પૂનમની ભરતી અને પૂરની અસરથી પ્રજાને બચાવવા માટે સરકારે સૂચના આપી છે તે પ્રમાણે નર્મદા નિગમના એમ.ડી. ડૉ. રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે નદીમાં પાણી ઓછું છોડી ડેમમાં સંગ્રહ કરાશે.

પરિણામે હાલ સપાટી તેની પૂર્ણ ક્ષમતા 138.68 મીટર તરફ વધી રહી છે.ડેમમાં હાલ પાણીનો લાઈવ સ્ટોક - 5401.50 mcm થયો છે.

નર્મદા નદીનાં તમામ ડેમની અન્ય ડેમની સ્થિતિ

બર્ગી - 

મહત્તમ સપાટી - 422.76 મીટર  

હાલની - 422.60 મીટર

લાઈવ સ્ટોક - 3146 mcm

આવક - 59,955 ક્યુસેક

જાવક - 45,885 ક્યુસેક 

બર્મનઘાટ - 

મહત્તમ સપાટી - 322.00 મીટર  

હાલની - 316.50 મીટર 

લાઈવ સ્ટોક - mcm

આવક - 1,18,475 ક્યુસેક

તવા - 

મહત્તમ સપાટી - 355.40 મીટર  

હાલની - 355.34 મીટર 

લાઈવ સ્ટોક - 1932 mcm

આવક - 87,360  ક્યુસેક

જાવક -  79,940 ક્યુસેક 

હોશંગાબાદ

મહત્તમ સપાટી - 293.83 મીટર  

હાલની - 294.20 મીટર 

આવક -  5,44,460 ક્યુસેક

ઈન્દિરાસાગર

મહત્તમ સપાટી - 262.13 મીટર  

હાલની - 261.76 મીટર 

લાઈવ સ્ટોક - 9347 mcm

આવક -  6,88,345 ક્યુસેક

જાવક - 7,17,920 ક્યુસેક 

ઓમકારેશ્વર 

મહત્તમ સપાટી - 196.60 મીટર  

હાલની - 192.81 મીટર 

આવક -  7,67,340 ક્યુસેક

જાવક -  7,71,190 ક્યુસેક 

મહેશ્વર ડેમ 

મહત્તમ સપાટી - 162.76 મીટર  

હાલની - 153.00 મીટર 

સરદાર સરોવર - 

મહત્તમ સપાટી - 138.68 મીટર

હાલની - 137.93 મીટર

લાઈવ સ્ટોક - 5153 mcm 

આવક - 7,00,000 ક્યુસેક

જાવક - 7,00,000 ક્યુસેક