મેરાન્યૂઝ નેટવર્ક.પાલીતાણાઃ જૈનોના તીર્થસ્થાન ભાવનગરના પાલીતાણામાં  ગુરૂવારની સવારે એક એવી ઘટના ઘટી કે લોકોને જાણકારી મળતા લોકોના ટોળા પાલીતાણાના નવાગઢ વિસ્તારમાં એકત્રીત થઈ ગયા છે. હાલમાં જયાં લોકોના ટોળા છે ત્યાં એક ઘરમાં દિપડાને પુરી દેવામાં આવ્યો છે. અને આ બનાાવની જાણકારી વન વિભાગને કરી દેવામાં આવી છે.

પાલીતાણામાં ગુરૂવારની સવાર રોજ પ્રમાણેની હતી, સામાન્ય રીતે શહેરી વિસ્તાર કરતા નાનકડા નગરમાં લોકોની સવાર વહેલી થતી હોય છે. નવાગઢમાં રહેતા નટુભાઈ શ્રીમાળી અને તેમનો પરિવાર સવારે ઉઠીને રોજના કામની તૈયારીમાં હતો ત્યારે જ તેમના ઘરમાંથી દિપડાઓ પ્રવેશ કર્યો હતો, સામાન્ય રીતે ઘર ખુલ્લુ હોય ત્યારે કુતરા પ્રવેશી જતા હોય છે. પણ પહેલી વખત ઘરમાં દિપડો દાખલ થયો છે તેવુ જોનારની આંખ પણ સાચવુ માનવા તૈયાર ન્હોતી, પણ ક્ષણમાં ખ્યાલ આવી ગયો કે આ સ્વપ્ન અથવા નજર દોષ નથી ખરેખર ઘરમાં દિપડો આવી ગયો છે. અત્યંચ ગીચ વસ્તી ધરાવતા વિસ્તાર સુધી દિપડો આવી ગયો અને કોઈની નજર પણ ના પડી અને છે એક ઘરમાં દાખલ થઈ ગયો હતો.

બહુ વિચિત્ર લાગતી બાબત હતી, પણ તે સાચી હતી , ઘરમામ દિપડો દાખલ થયો છે તેવી ખબર પડતા પરિવારે બુમાબુમ અને નાસભાગ કરી દીધી હતી, જેના કારણે ખુદ દિપડો પણ ગભરાઈ ગયો હતો અને તેણે પરિવારના બે સભ્યો ઉપર હુમલો પણ કરી દીધો હતો. જો કે આ સમયે નટુભાઈ શ્રીમાળીએ ડરી ગયા હોવા છતાં હિમંતપુર્વક દિપડાનો સામનો કર્યો અને પરિવારને ઘરની બહાર કાઢયા હતા જેમાં પરિવારના બે સભ્યો ઘવાયેલા પણ હતા, તમામને ધરને બહાર કાઢી તેમણે દિપડો જે રૂમમાં હતો તે રૂમને હિમંતપુર્વક બંધ કરી દીધો હતો,, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલી પોલીસ અને વન વિભાગને જાણકારી આપી હતી, નવાગઢમમાં દિપડો ઘુસી આવ્યો છે તેવા સમાચાર પાણીતાણામાં ફરી વળતા લોકોનો ટોળા નવાગઢનાં એકત્રીત થયા છે.