મેરાન્યૂઝ નેટવર્ક.હરિયાણાઃ શનિવારે હરિયાણાના કરનાલમાં ખેડૂતો પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. ઘણા ખેડૂતોને પોલીસે દોડાવી દોડાવીને માર માર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં કરનાલના એસડીએમ આયુષ સિંહાએ વિરોધ કરી રહેલા ખેડૂતોનું માથું ફોડી નાખવાનો આદેશ આપ્યો હતો. જાણો આ આયુષ સિંહા વિશે વધુ માહિતી.

કોણ છે ' માથું ફોડવાનો ' આદેશ આપવા વાળા આયુષ સિંહા?

એસડીએમ આયુષ સિંહાએ ૨૦૧૭ની યુપીએસસીની પરીક્ષામાં ૭મો રેન્ક મેળવ્યો હતો. તેમણે આ રેન્ક ત્રીજા પ્રયાસમાં મેળવ્યો હતો. ત્યારે પહેલી વાર હતું જ્યારે આયુષ સિંહા હેડલાઇન્સ બન્યા હતા અને દરેક જગ્યાએ તેમની વાત કરવામાં આવી હતી. આ પહેલા આયુષ બીઆઇટીએસ ગોવાથી કેમિકલ એન્જિનિયરિંગ પણ કરી ચૂક્યા છે. તે જૈવિક વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી પણ ધરાવે છે.

Advertisement


 

 

 

 

 

પરંતુ આયુષ હંમેશાં આઈએએસ બનવાનું સ્વપ્ન જોતા હતા. કેમિકલ એન્જિનિયરિંગ કર્યા બાદ તેમણે પોતાનો કોર્સ બદલીને યુપીએસસીની પરીક્ષાઓની તૈયારી શરૂ કરી દીધી હતી. તેમણે તેમના બીજા પ્રયાસમાં ૧૦૦મો રેન્ક મેળવ્યો હતો અને આઇઆરએસ માટે પણ પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ આયુષ તેનાથી એટલા સંતુષ્ટ ન હતા. તેમને માત્ર આઈએએસ બનવું હતું.. તેમણે થોડા સમય માટે નાગપુરમાં આઈઆરએસની તાલીમ લીધી હતી, પરંતુ બાદમાં વિરામ લીધો હતો અને યુપીએસસીની તૈયારી ફરીથી શરૂ કરી હતી.

આ તૈયારીનો સંપૂર્ણ લાભ તેમને મળ્યો અને તેમણે યુપીએસસી-૨૦૧૭ની પરીક્ષામાં ૭મો રેન્ક મેળવ્યો હતો અને આઈએએસ અધિકારી બન્યા હતા. આયુષ સિંહાનો આખો પરિવાર પણ ખૂબ શિક્ષિત રહ્યો છે અને બધા પોતાના ક્ષેત્રમાં મોટું સ્થાન ધરાવે છે. આયુષના પિતા પીકે સિંહા એક સમયે ફોરેસ્ટ ઓફિસર હતા જ્યારે તેમની માતા સેન્ટ બેડેઝ કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કરતા હતા. આયુષના એક કાકા અતુલ વર્મા પણ છે જે હિમાચલમાં એડીજીપી સ્તરના અધિકારી છે.

Advertisement


 

 

 

 

 

સોશિયલ મીડિયા પર એક જૂની પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. જેમાં આયુષ સિંહાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે હંમેશાથી એક આઈએએસ અધિકારી બનવા માંગે છે. 15 વર્ષ પહેલા જ્યારે તે પિતા સાથે એક ગામમાં ગયા ત્યારે તેમણે જોયું કે તેમના પિતાએ ત્યાંના ઘણા લોકોનું જીવન કાયમ માટે બદલી નાખ્યું હતું. આયુષના પિતા તે સમયે વન અધિકારી હતા. એ ક્ષણથી આયુષ પણ અધિકારી બનવા માટે મક્કમ હહા અને તેમણે સમાજને સુધારવાની પ્રતિજ્ઞા લીધી હતી. હવે આ જ પોસ્ટના આધારે ઘણા લોકો આયુષ પર હુમલો કરી રહ્યા છે અને વારંવાર માથું ફોડવા વાળી વાત તેમને યાદ કરાવી રહ્યા છે.

ગઈકાલે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન એસડીએમ આયુષ સિંહાએ કહ્યું હતું કે એક વાત ખૂબ જ સરળ અને સ્પષ્ટ છે. કોઈને પણ ટોલ નાકાથી આગળ જવા દેવા નહીં. જો તે જાય તો લાકડી વડે માથું તોડી નાખો. કોઈ સૂચનાઓ અથવા નિર્દેશની જરૂર નથી, ઉપાડો અને મારી નાખો. આપણે સુરક્ષાભંગને કોઈ પણ રીતે થવા દઈશું નહીં. આપણી પાસે પૂરતું બળ છે.