મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ જમ્મૂ કશમીરના લાંસ નાયક નજીર અહેમદ વાનીના નામથી કદાચ આપ અપરિચિત નહીં જ હોવ તેવું માની લઈએ પણ કાંઈ વાંધો નહીં જો આપ તેમને ભૂલી ગયા હોવ તો. કારણ આપણા દેશમાં શહીદોનાનામ ક્યારેક લોકોને જલદી યાદ નથી આવતા અને તેઓ જનરલ નોલેજના સવાલમાં તેમનો સમાવેશ થઈ જતો હોય છે અને આ શહીદ પણ એવા જ એક સવાલનો ભાગ બની જશે કે જેના કારણે આપ તેમને ભૂલી નહીં શકો. હાં, વાનીને આ વર્ષાંતે શાંતિ કાળમાં અપાતા ભારતીય સર્વોચ્ચ વીરતા પુરસ્કાર એટલે કે અશોક ચર્ક વાનીને એનાયત કરવા માટે નક્કી કરવામાં આવ્યા છે. માહિતી એવા સમયે મળી રહી છે જ્યારે બારામૂલાને ઘાટીનો પહેલો આતંક મુક્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે.

નજીર વાની એટલે યાદ રહે તેમ છે કારણ કે તે કશ્મીરમાં આશા જગાવે છે. વાની ખુદ એક નજીર છે કે બંદૂકના રસ્તાથી ક્યારેય ધ્યેય પ્રાપ્ત કરી શકાત નથી. પછી તે લડાઈ ચાહે કોઈ કોમ માટે હોય, વિચાર ધારા માટે હોય કે પછી મુલ્ક માટે જ કેમ ન હોય.

જમ્મુ કશ્મીરના કુલગામ તહસીલના અશમૂજી ગામના રહેનારા નજીર એક સમયે પોતે આતંકવાદી હતા. વાની જેવા માટે કશ્મીરમાં ઝખ્ખાન શબ્દનો પ્રયોગ થાય છે. બંદૂક પકડાવીને તે જામે કોઈ બદલો લેવા નિક્ળાયા હોય, પણ થોડા સમય બાદ તેમને પોતાની ભૂલનો પછતાવો થયો અને તે આતંકવાદ છોડીને ભારતીય સેનાનો હિસ્સો બની ગયા.

ગત વર્ષે 23 નવેમ્બર 2018એ જ્યારે વાની 34 રાષ્ટ્રીય રાયફલ્સના સાથિયો સાથે ડ્યૂટી પર હતા, ત્યારે ઈંટલિજન્ટ્સથી શોપિયાંના બડાગુંડા ગામમાં હિજ્બુલ અને લશકરના 6 આતંકવાદીઓની માહિતી મળી હતી. ઈનપુટ હતા કે આતંકિઓ પાસે હથિયારોનો મોટો જથ્થો છે. વાની અને તેમની ટીમ આતંકવાદીઓનો ભાગવાનો રસ્તો રોકવાની જવાબદારી પુરી કરી રહી હતી.

રાષ્ટ્રપતિના સેક્રેટરી તરફથી જાહેર પ્રેસ કોન્ફરન્સ કહે છે કે, લાંસ નાયક વાનીએ બે આતંકીઓને મારીને પોતાના ઘાયલ સાથીને બચાવતી વખતે પોતાના જીવનું બલિદાન આપી દીધું હતું. જોખમ જોતા આતંકવાદીઓ સતત ગોળીબાર અને ગ્રેનેડ પણ ફેંકવા લાગ્યા હતા. એવી સ્થિતિમાં વાનીએ એક આતંકવાદીને નજીકથી ગોળી મારીને ખત્મ કરી દીધો હતો.

23 નવેમ્બર 2018ના આ એન્કાઉન્ટરમાં વાની અને તેમના સાથિઓએ કુલ 6 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. તેમાંથી બેને વાનીએ ખુદ માર્યા હતા. એન્કાઉન્ટરમાં ગંભીર રીતે જખ્મી થઈ જતાં તેમને સારવાર માટે ઈલાજ દરમિયાન તેમણે શ્વાસ છોડી દીધા હતા. 26 નવેમ્બરે અંતિમ સંસ્કાર પહેલા વાનીને તેમના ગામમાં 21 તોપોની સલામી અપાઈ હતી. તે પોતાના પાછળ પત્ની અને બે બાળકોને છોડી ગયા છે.

વાનીને મરણોપરાંત અશોક ચક્રથી સન્માનીત કરાઈ રહ્યા છે, જે ભારતના શાંતિના સમયમાં અપાતો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર છે. અશોક ચર્ક બાદ કિર્તિ ચક્ર અને શૌર્ય ચક્રનો નંબર આવે છે. વાનીની બહાદુરીનો અંદાજો આપ પણ એ પણ લગાવી શકો છો કે તે બે વાર સેનામાં મેડલ પણ જીતી ચુક્યા છે. વાની ઉપરાંત આ વર્ષે ચાર અધિકારીઓ-સૈનિકોને કિર્તિ ચક્ર અને 12ને શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવશે.