મેરાન્યૂઝ નેટવર્ક.તિરુવનંતપુરમઃ લક્ષદ્વીપની ફિલ્મ નિર્માતા આયશા સુલ્તાનાને પ્રશાસક પ્રફુલ ખોડા પટેલના સામે બોલવું ભારે પડ્યું છે. આયશા સુલ્તાનાની ટિપ્પણીને ગંભીરતાથી લેતા તેની સામે દેશદ્રોહ અને અભદ્ર ભાષાના ઉપયોગ બદલની કાનુની કલમો લગાવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આયશાએ પ્રશાસક પ્રફુલ ખોડા પટેલને કોવીડ સાથે લડવાની રીતની આલોચના કરી હતી સાથે જ તેમને કેન્દ્ર દ્વારા મોકલવામાં આવેલું 'જૈવિક હથિયાર' કહ્યું હતું. પોલીસે આ મામલામાં પ્રદેશ બાજપ અધ્યક્ષની ફરિયાદ પર આયશાના સામે કાર્યવાહી કરી છે.

આ સપ્તાહની શરૂઆતમાં આયશા સુલ્તાનાએ એક ન્યૂઝ ચેનલની ડિબેડમાં જોડાઈને પ્રફુલ પટેલ અને કેન્દ્ર સરકાર સામે ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું હતું, લક્ષદ્વીપમાં કોરોનાના શૂન્ય કેસ હતા. હવે વધીને રોજના 100 કેસ આવી રહ્યા છે. હું આ સ્પષ્ટ રુપથી કહી શકું છું કે કેન્દ્ર સરકારએ જૈવિક હથિયાર તૈનાત કર્યું છે.

આ ટિપ્પણી પર ભાજપના કાર્યકર્તા રસ્તાઓ પર વિરોધ કરવા આવી ગયા હતા. ભાજપના લક્ષદ્વીપના પ્રમુખ સી અબ્દુલ ખાદર હાજીએ પોલીસ ફરિયાદ કરી કે તેમના પર રાષ્ટ્ર વિરોધી ટિપ્પણી કેન્દ્ર સરકારની દેશભક્તિની છબીને ધૂમિલ કરવાના આરોપ લગાવ્યા હતા. આયશા સુલ્તાના પ્રશાસકના વિવાદાસ્પદ નિર્ણયોની પહેલાથી જ કડક આલોચનાઓ કરતી હતી.

ફિલ્મ નિર્માતાએ ફેસબુક પર પોતાની ટિપ્પણીનો બચાવ કરતાં કહ્યું કે, "તેઓએ મારી વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે, પરંતુ હું એ સત્ય પ્રવર્તશે ​​તેવું પુનરાવર્તન કરવા માંગુ છું. આ કેસ લક્ષદ્વીપના ભાજપના કાર્યકર્તા દ્વારા નોંધવામાં આવ્યો હતો. હું તે જમીનનો છું." જ્યાં મારો જન્મ થયો ત્યાં સુધી મારી લડત ચાલુ રાખશે. અમે કોઈથી ડરતા નથી. મારો અવાજ હવે જોરથી વધવા જઈ રહ્યો છે. "

જણાવી દઈએ કે ડિસેમ્બરમાં લક્ષ્વીપના સંચાલક તરીકે પ્રફુલ ઘોડા પટેલની નિમણૂક કરવામાં આવી હતી. પટેલે પોતાના ઘણા નિર્ણયો લીધે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.