મેરાન્યૂઝ નેટવર્ક.સુરેન્દ્રનગરઃ નવા ટ્રાફિક નિયમોના ભંગ પરની દંડની જંગી જોગવાઈઓને પગલે કયાંક વિરોધ તો ક્યાંક સરાહના જોવા મળી રહી છે. જોકે આ અંગે આજે સવારથી જ સુરેન્દ્રનગરના લખ્તર ગામમાં બધું જ ઠપ્પ થઈ ગયું છે. ગામ આખું સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે. ગામમાં બંધના બોર્ડ પણ લાગ્યા છે. બંધમાં વેપારીઓ અને નાગરિકોને પણ સહકાર આપવાની અપીલ કરાઈ છે.
આજે 16મી સપ્ટેમ્બરે ભારે દંડને લઈ ટ્રાફિકના નિયમો સામે લોકોમાં રોષ છે કારણ કે કેટલાક જરૂરી કામો યોગ્યતા પૂર્ણ થતાં નથી અને દંડ આપવા પડે તે ઘણાઓને ગમ્યું નથી.  જોકે ઘણા લોકો સરાહના પણ કરે છે. આ કાયદાને પગલે લખતર ગામ સજ્જડ બંધ રહ્યું છે. ગામમાં ટ્રાફિકના નવા દંડના કારણે વિરોધ વ્યક્ત કરવા માટે આવું કરવામાં આવ્યું છે.
લખતર ગામમાં ઘણી જગ્યાઓ પર મુકવામાં આવેલા બોર્ડમાં લખ્યું છે કે, તા. 16-9-19ના સોમવારે સરકાર દ્વારા કરવામાં આવેલા તોતિંગ ટ્રાફીક દંડના વિરોધમાં લખતર બંધનું એલાન આપવામાં આવ્યું છે. તો નાગરિકો અને વેપારીઓએ સાથ-સહકાર આપી બંધને સફળ બનાવવા વિનંતી છે. આ સાથેની બંધની જાહેરાત કરનાર લખતર સંઘર્ષ સમીતીની રજૂઆત મુકવામાં આવી છે.