મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: લખીમપુર ખીરી હિંસા મામલામાં ચાલી રહેલી ઘટના પછી વિપક્ષના નિશાના પર આવ્યા છે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ અટકળો તેજ થઈ રહી છે અને વિવિધ ક્યાસ કાઢવામાં આવી રહ્યા છે. રવિવારે લખીમપુર ખીરીમાં થેયલી હિંસા બાદ કેન્દ્રીય મંત્રી વિપક્ષના નિશાના પર છે. વિપક્ષ તેમનું રાજીનામુ અને આરોપી પુત્રની ધરપકડની માગ કરી રહ્યો છે, આરોપ છે કે તેમના પુત્ર આશીષ મિશ્રાએ પ્રદર્શનકારી ખેડૂતો પર એસયુવી કાર ચઢાવી દીધી, જેનાથી ચાર ખેડૂતોના મોત થઈ ગયા. બાદમાં ભડકેલી હિંસામાં ચાર વધુ લોકો મોતને ભેટ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બુધવારે લખીમપુર ખીરી જવાના પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે માહિતી મળી છે કે દિલ્હી એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓને થોડીવાર રોક્યા હતા જોકે હવે રાહુલ ગાંધી લખનઉ માટે ફ્લાઈટમાં બેસવામાં સફળ થયા હતા.
સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધી અને તેમની સાથેના પાંચ વ્યક્તિને ટિકીટના પીએનઆર (પેસેન્જર નેમ રેકોર્ડ) જ કેન્સલ કરી દીધા હતા, પરંતુ બાદમાં એરલાઈનએ પાંચ યાત્રિઓને બેસવાની પરવાનગી આપી હતી.
ખેડૂતો પર ગાડી ચઢાવવાના કથિત વીડિયો પણ સામે આવી રહ્યા છે. એવો પણ આરોપ છે કે આશીષ મિશ્રાએ ખેડૂતો પર ફાયરિંગ પણ કરી છે. ખેડૂતો દ્વારા દાખલ કાવાયેલી ફરિયાદમાં કહેવાયું છે કે મંત્રીના પુત્રએ ગાડીથી રસ્તાની બંને તરફ ખેડૂતોને કચળી નાખ્યા, જે પછી ચાલકે નિયંત્રણ ગુમાવી દીધું અને ગાડી ખાડામાં ઘૂસી ગઈ, જેનાથી ઘમા લોકો ઘાયલ થયા છે. ફરિયાદમાં કહેવાયું છે કે આ પછી મંત્રીનો પુત્ર ગાડીથી ઉતરી ગયો અને પોતાની બંદૂકથી ફાયરિંગ કરતાં શેરડીના ખેતરમાં ભાગી ગયો હતો.
Advertisement
 
 
 
 
 
આ બાજુ સવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હવે થોડા સમયથી હિન્દુસ્તાનના ખેડૂતો પર સરકારનું આક્રમણ થઈ રહ્યું છે, ખેડૂતોને જીપ નીચે કચળવામાં આવી રહ્યા છે, તેમની હત્યા કરવામાં આવી રહી છે, તેના પર સરકારમાં પોસ્ટમોર્ટમ યોગ્ય થઈ રહ્યું નથી. જે બોલે છે તેમને બંધ કરવામાં આવી રહ્યા છે.
આ વચ્ચે મામલામાં કાઉંટર ફરિયાદ પણ કરાઈ છે જેમાં ભાજપના કાર્યકર્તા સુમિત જયસ્વાલે આ ફાઈલ કરાવી છે અને તેમાં કોઈ નામ નથી લખાયા. જોકે અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ છે, જેમાં હત્યા, મારપીટ અને બળવો કરવાની કલમો દાખલ કરાઈ છે. આ ઘટના સાથે જોડાયેલો બીજો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં લોહીથી લથપથ એક શખ્સ કહી રહ્યો છે કે ગાડીમાં ભૈયા (આશીષ મિશ્રા) હતો. ઘાયલ શખ્સનું કહેવું છે કે આ થાર ગાડી હતી જેની પાછળ કાળા રંગની ફોર્ચ્યૂર્નર હતી. તેમાં તે સવાર હતો. જેમાં પાંચ વ્યક્તિ હતા. કારની પાછળના ભાગમાં બેસેલા શખ્સે દાવો કર્યો કે તે ગાડી કોંગ્રેસના એક પૂર્વ સાંસદની હતી. આ પછી તે કારની નંબર પ્લેટ આપે છે.